જૂનાગઢ જીલ્લામાં સઘન સર્વેની ચાલતી કામગીરી : ૮૯ ટકા કામગીરી પૂર્ણ

0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસ સામેનો જંગ જીતવા માટે ર૧ દિવસનાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે તેનું ચુસ્તપણે પાલન થાય તે માટેની અપીલો થઈ રહી છે અને લોકો પણ લોકડાઉનને સમર્થન આપી રહયા છે. આ સાથે જ દરેક જીલ્લાનાં પ્રશાસન તંત્ર દ્વારા પણ સુંદર કામગીરી બજાવવામાં આવી રહી છે. આજે લોકડાઉનનાં ૭માં દિવસે પણ બજારોમાં બેન્કીંગ, કરીયાણું તથા શાકભાજી, દુધ, દવા લેવા સિવાય તેમજ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદીનાં સમયગાળા દરમ્યાન લોકોની અવર જવર જાવા મળતી હતી. ૧૦ વાગ્યા બાદ ચુસ્ત પાબંધી રહેશે. તેમજ બપોરનાં સમયે તો સુમસામ રસ્તાઓ ભાસી રહયા હોય છે. અને આ ગણતરીનાં દિવસો આપણે સૌ હેમખેમ પસાર કરીએ તે જ મુખ્ય જરૂરી છે. અને તેનાં માટે સૌ પ્રયત્નશીલ બન્યા છે તે આવકારદાયક છે. લોકોનાં જાન-માલની સલામતી, આરોગ્ય અંગેનું પરીક્ષણ, કોરોનાના ગંભીર પ્રકારનાં વાયરસને નાથવાની સઘન વ્યવસ્થાનાં ભાગરૂપે આરોગ્યલક્ષી પગલાઓ લેવામાં આવી રહયા છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં પણ સઘન આરોગ્યલક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ૧૦,૭૭,૦પ૩ લોકોનો સર્વે કરવામાં આવેલ છે. અને લોકોને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવાની અપીલ સાથે આરોગ્યલક્ષી તેમજ લોકજાગૃતિ શિક્ષણ પણ આપવામાં આવી રહયું છે.
કોરોના વાયરસનાં ગંભીર પ્રકારનાં રોગચાળાને ફેલાવતો અટકાવવાના ભાગરૂપે જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર અને આરોગ્ય વિભાગની માર્ગદર્શીકા અનુસાર સઘન પગલાઓ લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત કલમ ૧૪૪નું જાહેરનામુ જારી કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાનો ભંગ થયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન કોરોના વાયરસનાં રોગચાળાને જા સંપૂર્ણપણે નાબુદ કરવો હોય તો એકમાત્ર ઉપાય તરીકે લોકડાઉન એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે તેવું રાષ્ટ્રજાગ નિવેદન કરી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવેલ છે અને લોકો પાસે ર૧ દિવસ ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ હતી. આ લોકડાઉન દરમ્યાન લોકોની આરોગ્યની સુવિધા જળવાઈ તે માટેની કામગીરી થઈ રહી છે. દરમ્યાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમની સરકાર, પ્રવાસન વિભાગનાં મંત્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉપરાંત જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાષી, સંતો-મહંતો, ધર્મગુરૂઓ, હિન્દુ, મુસ્લીમ, શિખ તેમજ સિંધી સમાજનાં ધર્મગુરૂઓ, દરેક ધર્મનાં લોકો, સામાજીક સંસ્થાનાં અગ્રણીઓ તેમજ તમામ સંપ્રદાયનાં સેવાકારીઓએ પોલીસ તંત્ર, સામાજીક સંસ્થાઓ સ્વયંભૂ રીતે મદદ માટેની કામગીરી સંભાળી અને જયાં પણ જરૂર પડી ત્યાં સેવાની સરીતા વહાવી છે. અને સાથે જ લોકોને જાગૃત કરવાનું અને ઘરમાં જ રહો અને સુરક્ષીત રહોની સુચનાનું પાલન કરવા પણ અપીલો કરી છે. આ ઉપરાંત આવા સંજાગોમાં જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી, જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, જૂનાગઢ મનપાનાં કમિશ્નર તુષાર સુમેરા, જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિંમાશુ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર તેમજ મનપાનાં ભાજપનાં કોર્પોરેટરો તેમજ કોંગ્રેસનાં કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, વિરોધ પક્ષનાં નેતા અને એનસીપીનાં કોર્પોરેટર અદ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા, શેનીલાબેન અશરફભાઈ થઈમ, જેબુનીશા સાજીદમીયા કાદરી, આ ઉપરાંત તમામ કોર્પોરેટરો તેમજ મનપાનાં કર્મચારીગણ, આરોગ્ય વિભાગ, જૂનાગઢ સિવીલ હોસ્પીટલનો સંપૂર્ણ સ્ટાફ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જીઈબી, બીએસએનએલ, દુધ ઉત્પાદક ડેરી, પોલીસ વિભાગ અને પ્રિન્ટ મિડીયાનાં કર્મચારીઓની જાગતે રહો અને સતત જાગૃતિની આ કામગીરીને આમ જનતા આજે બિરદાવી રહી છે. અખબાર નવેશોએ પણ લોકોને માહિતી પહોંચાડવાની કામગીરી પુરેપુરી બજાવી છે તેની પણ સરાહના થઈ રહી છે. કોરોનાં વાયરસનાં રોગચાળાની સામે હાલના સંજાગોમાં ખાસ તો લોકોનાં આરોગ્ય અંગેની તપાસણી અંગેનો મુખ્ય મુદો પણ રહેલો છે ત્યારે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી અને વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનીક સાથેની વાતચીતમાં જીલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ જણાવ્યું હતું કે ૮૯ ટકા સર્વે હાલ થઈ ચુકયો છે. ૧૦,૭૭,૦પ૩ લોકોનો સર્વે કરાયો છે. પ૦ મેડીકલ ઓફીસરો, ૭પ આયુષ તબીબો, પ૦૦ આરોગ્ય કર્મચારીઓ, ૯પ૦ આશા બહેનો, પેરા મેડીકલ સ્ટાફ ૬૦૦, આંગણવાડી સ્ટાફ તેમજ અન્ય વિભાગનો સ્ટાફ મળી આ કામગીરી સુપેરે બજાવી રહેલ છે. તેમજ લોકોનાં ઘરે ઘરે જઈ અને આરોગ્ય વિભાગની ટુકડી દ્વારા આરોગ્યનું શિક્ષણ પણ આપવામાં આવી રહેલ છે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવું અને તંત્રને સહયોગ આપવો તેમજ આ ટુકડી દ્વારા લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવી રહેલ છે. અને તેમનાં આરોગ્યનાં પરીક્ષણ બાબતે પણ પુછપરછ કરવામાં આવી રહેલ છે. અને ખાસી, તાવ, શરદી, ઉધરસ તેમજ અન્ય રોગોની સામે કેવા ઉપાય કરવા અને કેવી દવાનો ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. એટલું જ નહી આ સર્વેનાં રીપોર્ટનાં આધારે જરૂરીયાતમંદ લોકોને માટે શું કાર્યવાહી કરવી તે અંગેનું પણ પરીક્ષણ કરવામાં આવી રહયું છે. હાલ જૂનાગઢ શહેર અને જીલ્લામાં સર્વેની કામગીરીને સઘન રીતે કરવામાં આવી રહી હોવાનું જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ જણાવ્યું હતું.

error: Content is protected !!