ગીર સોમનાથ જીલ્લામાં લોકડાઉન મુક્તિના ૧,૮૯૪ પાસ તંત્રએ ઈસ્યુ કર્યા

0

કોરોના વાયરસની મહામારીને લઇ સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સર્તકતાના ભાગરૂપે સરકાર અને વહીવટી તંત્ર સ્થાનીક કક્ષાએ લોકોને મુશ્કેલી ન પડે તે માટે કાર્યવાહી કરી રહયુ છે. ખાસ કરીને લોકોને દુધ, શાકભાજી, કરીયાણુ, દવા જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે આયોજન કર્યુ છે. આ તમામ વસ્તુઓ આવશ્યક સેવા હેઠળ આવતી હોવાથી આ વસ્તુઓના વેંચાણ સાથે જોડાયેલા વેપારીઓ માટે લોકડાઉનમાંથી મુક્તિ આપવા પાસ આપવાનું નકકી કર્યુ છે. ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશની સુચનાથી જીલ્લાના છ તાલુકામાં સ્થાનીક મામલતદારો દ્વારા લોકડાઉન મુક્તિ પાસ જારી કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે દુધના ધંધાર્થીઓને ૭૩, મેડીકલ સ્ટોરના ૧૦, પ્રોવિઝન સ્ટોરના ૧૪૪, મિડીયાના ૫૭, ટેલીકોમ-ઈન્ટરનેટના ૩૯, પેટ્રોલ-ડિઝલ-ગેસના-૯૯, ખાનગી સિક્યુરીટી એજન્સીના ૧૦૪ તથા અન્યોના ૧,૩૬૮ મળી કુલ ૧,૮૯૪ પાસ આપવામાં આવ્યા છે. આ તકે ગીર સોમનાથ જીલ્લા કલેકટરએ જણાવેલ કે, સામાજીક અને ધાર્મિક સંસ્થાઓને સંકલનમાં રાખી ઝુંપડામાં રહેતા ગરીબ અને અશક્ત લોકો માટે ફુડ પેકેટ જીવન જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગેની સેવાકીય કામગીરી સાથે જોડાયેલી સંસ્થાઓને પણ પાસ ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!