ટ્રાફીકની સમસ્યા હલ કરવા અને ગટરો-માર્જીનની જગ્યા ઉપર દુકાનો બની ગયેલ
વેરાવળના હાર્દસમા પોસ્ટ ઓફિસ રોડ ઉપર માર્જીન અને ગટરની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલ ૩૧ જેટલી દુકાનો ઉપર પાલિકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ હતુ. ટ્રાફીક સમસીયા હલ કરવા પાલીકાએ કરેલ કામગીરીને લોકોએ આવકારી શહેરમાં પાર્કીંગ વગરના ખડકાયેલા બિલ્ડીંગો સામે પણ આવી જ કામગીરી કરવા લાગણી વ્યક્ત કરી રહ્યા છે. નવા વર્ષના પ્રારંભે વેરાવળ પાલિકા તંત્રની ડિમોલેશન કામગીરી આગળ ધપી છે જે અંગે માહિતી આપતા ચીફ ઓફિસર ચેતન ડુડિયા અને જેઠાભાઇ સોલંકીએ જણાવેલ કે શહેરના હાર્દ સમા પોસ્ટ ઓફિસ રોડ ઉપર રેયોન હાઉસિંગના રહેણાંક બિલ્ડીંગોની આગળના ભાગની માર્જીન અને ગટરની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે ૩૦ થી વધુ દુકાનો બની ગઈ હતી. જે તમામ દુકાનદાર ધારકોને નોટિસો આપી દુકાનોના દબાણો હટાવી લેવા સૂચના આપી હતી. તેમ છતાં દબાણ ન હટયા હોવાથી આજે સવારે બે જેસીબી સાથે પાલિકાનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગેરકાયદેસર રીતે બની ગયેલ ૩૧ જેટલી દુકાનોના દબાણોને દુર કરી જગ્યા ખુલી કરાવી હતી. આ કામગીરી થતા ટ્રાફિકથી ધમધમતો પોસ્ટ ઓફિસ રોડ પહોળો થયેલ જાેવા મળતો હતો.
પાર્કીંગ વગરના કોમ્પલેક્ષો સામે કાર્યવાહી ક્યારે ?
અત્રે નોંધનીય છે કે જે રીતે પાલિકા તંત્ર શહેરમાં રોડ પહોળો કરી દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી છે. જેને લોકો આવકારવાની સાથે શહેરમાં મુખ્ય માર્ગોની આજુબાજુ પાર્કિંગ વગર ગેરકાયદેસર રીતે બની ગયેલા કોમર્શીયલ કોમ્પલેક્ષો જે ટ્રાફીક સમસીયા માટે જવાબદાર છે તેવા તમામ સામે પણ પાલિકા તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લાગણી અને માગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પાલીકા આવા કોમ્પલેક્ષો સામે કાર્યવાહી કરે છે કે કેમ તે જાેવું રહ્યું.