જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં કોવિડ-૧૯ અંતર્ગત અસરકારક કામગીરી

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસની લડત સતત ચાલી રહી છે આ રોગચાળાને નાથવા માટેના અસરકારક ઉપાયનાં ભાગરૂપે હાલ લોકડાઉન પ્રવર્તી રહયો છે. આરોગ્ય વિભાગ પણ આરોગ્યલક્ષી પગલા લઈ રહયું છે આ દરમ્યાન જૂનાગઢ શહેર જીલ્લાની સૌથી મોટી અને આધુનિક સાધનો સાથેની એકમાત્ર હોસ્પીટલ સિવિલ હોસ્પીટલ જૂનાગઢમાં હાલ કોવિદ-૧૯ અંતર્ગત અસરકારક કામગીરી કરવામાં આવી રહી હોવાનું ડીન ડો. એસ.પી. રાઠોડે જણાવ્યું હતું.
જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લાભરમાં વહીવટી તંત્ર કોરોના વાયરસનાં રોગચાળા સામે લોકજાગૃતિ, આમ જનતાનાં આરોગ્યની સુવિધા તેમજ ગંભીર પ્રકારનાં કેસ વખતે તાત્કાલીક સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સિવિલ હોસ્પીટલ જૂનાગઢ ખાતે આઈસોલેશન વોર્ડ કાર્યરત છે. પ૦થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહી આગામી દિવસોમાં ૧પ૦ સુધી કેપીસીટી વધારવાનો લક્ષ્યાંક છે અને જૂનાગઢ જીલ્લા કલેકટર સાથેની મીટીંગમાં જૂનાગઢ હોસ્પીટલ વર્તુળ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અત્યારે આ હોસ્પીટલમાં તાત્કાલીક સારવાર વિભાગ, ટ્રોમા વોર્ડને ફેરબદલી કરી કોવિદ-૧૯ માટે સ્પેશ્યલ પ્રતિબંધીત વિસ્તાર માટે આઈસોલેશન વોર્ડ કાર્યરત બનાવી અહીં આવનારા દર્દીઓને જરૂરીયાત મુજબની આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત આ હોસ્પીટલમાં હાલ એકજ ટાર્ગેટ એટલે કોવિદ-૧૯ હેઠળ આવતા દર્દીઓને પરીક્ષણ અને સારવાર માટેની કામગીરી ઉપર પુરતુ ધ્યાન આપવામાં આવી રહયું છે. નિષ્ણાંત તબીબો, આરોગ્યની ટીમો અને આરોગ્ય કર્મચારીઓ કામગીરી બજાવે છે અને જરૂરીયાતમંદ દર્દીઓને અન્ય રોગો માટેની દવા આવા દર્દીઓને ધકકો ન થાય તે માટે તેઓને અમૂક સમય માટેની આપવામાં આવી છે. સિવિલ હોસ્પીટલનાં ડીન એસ.પી. રાઠોડે અંતમાં જણાવ્યું હતું કે, હાલમાં ખૂબજ સારી કામગીરી હોસ્પીટલ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. આ સ્પેશ્યલ વોર્ડની બહાર ગાર્ડ સાથે સુરક્ષાનાં પગલા પણ લેવાઈ રહયા છે અને જાપ્તો ગોઠવવામાં આવ્યો છે.

error: Content is protected !!