જૂનાગઢ હેડ ક્વાર્ટરનાં સ્ટાફ દ્વારા જરૂરીયાતમંદોને અપાતી સહાય

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે કપરાં સંજોગો સર્જાયા છે ત્યારે આવા હેન્ડ ટુ માઉથ લોકો માટે દિવસો કાઢવા દુષ્કર બનેલા છે. આવા સમયે જૂનાગઢ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી આર.વી. ડામોરના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા બંદોબસ્ત અને કાયદાના અમલ કરાવવાની સાથે આવા જરૂરિયાતમંદ લોકોને જમવાનુ અને નાસ્તો પૂરો પાડી અનોખી સેવાનો યજ્ઞ ચાલુ કર્યો છે.
જૂનાગઢ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ સ્ટાફના ધ્યાન ઉપર મજૂરી કરતા લોકોની પરિસ્થિતિ આવતા, જૂનાગઢ હેડ ક્વાર્ટરના આરએસઆઇ પિયુષ જોશી, એ.એસ.આઇ. મહાભારત, નાજાભાઈ, પો.કો. અરજણભાઇ, મહિલા પો.કો. અંજનાબેન, મીતાબેન સહિતના સ્ટાફ દ્વારા જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ ઉપર રહેતા મજૂરોના ઘરોમાં છોકરાઓ સહિતનાને ખિચડી શાક બનાવી, જમવાનું આપી, બંદોબસ્તની સાથે સેવાકીય કાર્યવાહી કરવામાં આવતા, ઝૂંપડામાં તથા ફૂટપાથ ઉપર વસતા મજૂરો અને છોકરાઓ ભાવ વિભોર થયેલ હતા. પોલીસની સહિષ્ણુતા ભરી કામગીરીથી ઝૂંપડામાં વસતા લોકોના માનસપટ ઉપર એક અલગ જ છાપ પાડી હતી. કોરોનાના કહેર સામે લડતા લોકોની પડખે રહી, લોકડાઉનનો અમલ કરાવવાની બંદોબસ્તની કપરી કામગીરીની સાથે સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જરૂરિયાતમંદોની સાથે રહી મદદ કરવાની સેવાકીય કાર્યવાહીથી ઝૂંપડામાં વસતા લોકોને પણ કરોના વાયરસ સામે લડવાનું બળ પુરૂ પાડવામાં આવેલ છે. હેડ ક્વાર્ટર પોલીસ દ્વારા આ કાર્યવાહી જ્યારથી લોક ડાઉન ચાલુ થયું ત્યારથી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કપરા સંજોગોમાં ભોજન કરાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયીત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

error: Content is protected !!