ગુજરાત રાજય સરકાર દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણ ખાળવા માટેનાં હાલ ચાલી રહેલાં લોકડાઉન અંતર્ગત જરૂરીયાતમંદ લોકો અને પરિવારોને રેશનીંગની દુકાનમાંથી પુરતો પુરવઠો વિનામુલ્યે મળી શકે તે માટેની વ્યવસ્થા જુદી-જુદી કેટેગરી પ્રમાણે કરવામાં આવી છે અને આજથી તેનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ ખાતે અમુક રેશનીંગની દુકાનધારકોએ પુરવઠો લેવા આવેલાં કાર્ડધારકોને ટલ્લે ચડાવ્યાં હોવાનો મામલો સામે આવ્યો છે. રેશનીંગ દુકાનનાં કેટલાંક સંચાલકોએ રેશનકાર્ડધારકોએ એવું કહ્યું કે આમાં મામલતદારનો સિક્કો મારીને આવો જેથી મોટી સંખ્યામાં રેશનકાર્ડધારકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતાં પરંતુ ત્યાં મામલતદાર હાજર ન હતાં અને જવાબદારોએ એવું જણાવ્યું હતું કે ત્રણ માસ પછી સિક્કો લાગશે આમ આવી હક્કીત સામે આવતાં રેશનકાર્ડધારકોમાં અંધાધૂંધી ફેલાઈ હતી અને સરકારી તંત્ર સામે ઉગ્ર રોષ જાવા મળ્યો હતો. એટલું જ નહીં રેશનીંગનાં સંચાલકોની વર્તુણક ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા હતાં. આવી પરિÂસ્થતીમાં તાત્કાલિક અસરથી સંબંધિત તંત્ર કાર્યવાહી કરી અને રેશનકાર્ડધારકોને પુરતો પુરવઠો મળી રહે અને ગેરવ્યવસ્થા ન સર્જાઈ તે માટે તંત્ર તત્કાલ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.