જૂનાગઢ જીલ્લામાં જંતુનાશક દવાનાં વેંચાણ માટે છૂટ આપો

0

હાલનાં કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવેલ છે. જેને લઈ ખેડૂતોની સ્થિતી કફોડી બની જવા પામી છે. ત્યારે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ, ધારાસભ્ય હર્ષદ રીબડીયા સહિતનાં આગેવાનોએ જીલ્લા કલેકટરને પત્ર પાઠવ્યો છે. જેમાં જણવાયું છે કે હાલ જૂનાગઢ જીલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર થયેલ છે. અને તેમાં મોટાપાયે રોગ આવેલ છે. અને તેને બચાવવા જંતુનાશક દવાની ખાસ જરૂરત છે. હાલ નર્મદા જીલ્લામાં તંત્ર દ્વારા જંતુનાશક દવાનાં વેંચાણ માટે છૂટ અપાઈ છે.
આજ રીતે જૂનાગઢ જીલ્લામાં પણ જંતુનાશક દવાનાં વેચાણ માટે છૂટ આપવામાં આવે એવી વેપારીઓ તથા ખેડૂતોએ રજૂઆત કરી છે. ઉનાળુ મગફળી, તલ, ચણા વિગેરે પાક માટે જૂનાગઢ જીલ્લામાં ર૦૦૦ થી રપ૦૦ ટન યુરિયા ખાતરની ખાસ જરૂરિયાત છે તો તે યુરિયા ખાતરનાં હાલમાં જૂનાગઢમાં સ્ટોક નથી અને વળી તે અહીંયા કયાંય નજીકમાં મળતું નથી અને ૬૦૦ કિલોમીટર દૂર સુરતનાં હજીરાથી મંગાવું પડે છે.

error: Content is protected !!