કોરોના મહામારીના લીધે દેશ-રાજયમાં ર૧ દિવસ માટે લોકડાઉન ચાલી રહયુ હોય જેના કારણે રોજે-રોજનું કમાતા ગરીબ લોકોની આવક બંધ થવાથી ખાવા-પીવામાં મુશ્કેલી અનુભવી રહયા હોવાની સાથે જરૂરીયાતમંદ લોકોના મદદરૂપ કેન્દ્ર અને રાજય સરકારે રાહત ફંડમાં ફાળો આપવા ટહેલ કરી છે. જેમાં પૂર્વ રાજયમંત્રી જશાભાઇ બારડે રૂ.૨.૧૧ લાખની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા સુત્રાપાડા મામલતદર કચેરી ખાતે અધિકારીને આપેલ છે. આ ઉપરાંત પૂર્વમંત્રી જશાભાઇ દ્વારા સુત્રાપાડા તથા વેરાવળ તાલુકામાં જરૂરીયાતમંદ લોકો માટે રાહત કેમ્પ શરૂ કરી એક હજાર જેટલા ફૂડ પેકેટોનું વિતરણ કરેલ છે. તેઓના નેજા હેઠળ સુત્રાપાડા ગામના તમામ વિસ્તોરોમાં નગરપાલીકા તંત્ર મારફત ફોગીંગ દવાનો છટકાંવ કરાવવામાં આવેલ છે. જયારે સુત્રાપાડા નગરપાલીકા પ્રમુખ દિલીપભાઇ બારડ અને તેમની ટીમ દ્વારા ગરીબ મજૂરોને પણ અનાજની કીટોનું વિતરણ કરાયેલ છે.