ગુજરાત બીજ નિગમએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧ કરોડની રાશી અર્પણ કરી

0

ગુજરાત રાજ્ય બીજ નીગમના ચેરમેન રાજસીભાઇ જોટવા દ્વારા બીજ નીગમ તરફથી મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રૂ.૧ કરોડની સહાયનો ચેક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરેલ છે. આ તકે નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાએ જણાવેલ કે, આ કપરી પરિસ્થિતિમાં સરકાર પોતાની તરફથી પુરતું કામ કરી રહી છે. તેમ છતાં પણ સામાજીક સંસ્થાઓ અને ઉદ્યોગોની પણ ફરજ બને કે તેઓ સરકારને યથાશક્તિ મુજબ મદદ કરે જેથી અર્થવ્યવસ્થાને શક્યતઃ ઓછામાં ઓછી અસર થાય તેમજ સરકારના ભંડોળ ઉપર પણ બોજ ન આવે તેથી મદદ કરવા અપીલ કરી હતી.