જૂનાગઢ જીલ્લામાં ૪ લાખ ૩૯૯૮ ઉજવલા યોજનાનાં લાભાર્થીઓને ત્રણ માસ સુધી યોજનાનો લાભ પ્રાપ્ત થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
જૂનાગઢ જીલ્લામાં ઉજજવલા યોજના અંતર્ગત નોંધાયેલા લાભાર્થીઓને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત સહાય ચુકવવામાં આવનાર છે. આ અંગે જૂનાગઢ જીલ્લા પુરવઠા અધિકારીની એક યાદી જણાવે છે કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં નોવેલ કોરોના વાયરસનાં સંદર્ભે પ્રધાનમંત્રી ઉજજવલ યોજના અંતર્ગત આ યોજનાનાં લાભાર્થી ગેસ કનેકશન ઘારકોને વિના મુલ્યે એપ્રીલ ર૦ર૦થી જુન ર૦ર૦ એમ ત્રણ માસ માટે એલપીજી આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢ જીલ્લાનાં કુલ ૪ લાખ ૩૯૯૮ ઉજજવલા યોજનાના લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. એલપીજી રીફીલની રકમ અગાઉથી જ ઉજજવલા યોજનાના લાભાર્થીનાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવનાર હોવાનું જૂનાગઢ જીલ્લા પુરવઠા અધિકારીની એક યાદીમાં જણાવેલ છે.