જૂનાગઢમાં લોકડાઉનનાં જાહેરનામાનો ભંગ કરતાં પપ બાઈક ડીટેઈન કરાયા

0

જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે આ દરમ્યાન લોકોને કોરોના સામે બચવા માટેનાં એકમાત્ર ઉપાય તરીકે ઘરમાં રહો અને સુરક્ષીત રહોની અપીલ કરવામાં આવી છે. દરમ્યાન સરકારનાં લોકડાઉનનાં સમયગાળા દરમ્યાન પણ બીનજરૂરી રીતે અવર જવર કરતા વાહન ચાલકો સામે જૂનાગઢ શહેર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ જે.પી. ગોસાઈ અને તેમની ટીમ દ્વારા કુલ પપ જેટલા બાઈકો ડીટેઈન કરી ધોરણસર કરેલ છે. આ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભ સિંધ દ્વારા આદેશ જારી કરી તેમજ કાયદાનો ભંગ કરનાર સામે સખ્ત પગલા અને હાલ લોકડાઉનનાં સંજાગોમાં સામાન્ય પબ્લીક કોઈને કોઈ બહાનુ કરી ઘરેથી કારણ વગર નીકળતા જાવામાં આવતા હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલ છે. જેના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ તા. ૧-૪-ર૦નાં રોજ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ જે.પી. ગોસાઈ, પીએસઆઈ એચ.ડી. વાઢેર, વી.કે. ઉંજીયા, વી.આર. ચાવડા, આર.જી. મહેતા તથા પોલીસ સ્ટાફ દ્વારા બાઈકો લઈને ઘુમતા અને આવશ્યક કારણ વગર આંટાફેરા મારતા બાઈક ચાલકો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરતા અલગ અલગ વિસ્તારમાંથી પપ વાહનો ડીટેઈન કરવામાં આવેલ હતાં.

error: Content is protected !!