જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, સરકાર દ્વારા લોકોને સસ્તા અનાજની દુકાન ખાતે અનાજની કીટ આપવાનું ચાલુ હોય રેશનકાર્ડમાં પુર્તતા કરાવવા માટે લોકો મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયેલા હોય તેઓને સમજાવવા તથા બંદોબસ્ત માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. સોલંકી, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ તૈનાત હતો. રજુઆત કરવા આવેલા બધાને રવાના કરાય બાદ દોલતપરા ખાતે રહેતા ધીરૂભાઈ લખમણભાઈ અને ગાંધીગ્રામમાં રહેતા ઉકાભાઈ લાખાભાઈ નામના સિનિયર સીટીઝન કે જેઓ શારીરિક રીતે અશક્ત હતા અને ખરેખર તેઓ ચાલી પણ શકતા ન હતા. તેઓ ચાલીને પોતાના વિસ્તારમાંથી આવેલા હોય તેઓએ પોલીસને પોતાની આપવીતી જણાવતા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ બંને સિનિયર સિટીઝનોને ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, અશોકભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા ટ્રાફિક શાખાની સરકારી પોલીસ મોબાઈલમાં બેસાડી ચિતાખાના ચોક ખાતે સેવાભાવી કામ કરતા રજાકભાઈની સાથે સંકલન કરી બંને સિનિયર સિટીઝનોને અનાજ કરિયાણાની એક એક કીટ અપાવી સરકારી પોલીસ મોબાઈલમાં બંનેના ઘરે પણ મૂકી આવેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા દોલતપરા તથા ગાંધીગ્રામ વિસ્તારના બંને સિનિયર સિટીઝનો ભાવ વિભોર થઈ ગયેલ હતા. તેઓએ જૂનાગઢ પોલીસને પોતાના સંતાનોની ગરજ સારી હોવાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો.