વંથલી તાલુકાનાં આખા ગામે આડાસંબંધની શંકા રાખી હત્યા : બે સામે ફરીયાદ

0

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં આખા ગામની ઉગમણી સીમમાં બપોરનાં ર.૧પ કલાકનાં અરસામાં આડાસંબંધની શંકા રાખી અને એક વ્યકતીનું ઢીમ ઢાળી દેવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. બે શખ્સો સામે કલમ ૩૦ર અંતર્ગત ખુનનો ગુનો દાખલ થયો છે અને આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વંથલી તાલુકાનાં મુળ આખા ગામનાં અને હાલ જૂનાગઢ સરદારબાગ પાછળ અમન પાર્કમાં રહેતાં મહમદભાઈ જુમ્માભાઈ દલ (જાતે.ગામેતી, ઉ.વ.પ૧)એ આ કામનાં આરોપી સોહીલ ઉર્ફે સોહીલીયો બોદુભાઈ દલ તેમજ તેનો નાનોભાઈ શેફુલા (રહે.બંને આખા ગામ) વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદીનાં કાકાનાં દિકરા સુલેમાનભાઈ તૈયબભાઈ દલને આ કામનાં આરોપીઓની માતા નસીમાબેન બોદુભાઈ સાથે મૃતક સુલેમાનભાઈને આડા સંબંધ હોવાની શંકા રાખી આ બંને ભાઈઓને જે વાત ગમતી ન હોય અને તેનું મનદુઃખ રાખી લોખંડની ખપારી તથા લોખંડનાં પાવડાથી ફરીયાદીનાં કાકાનાં દિકરા સુલેમાનભાઈ દલને માર મારી તેનું મૃત્યું નિપજાવવા અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૩૦ર, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એન.બી.ચૌહાણ ચલાવી રહ્યાં છે.

error: Content is protected !!