ગમે તેવી કઠિનમાં કઠિન પરિસ્થિતિ હોય તો પણ પોતાનો અખબારી ધર્મ, પત્રકારીત્વનું દાઈત્વ કયારેય પણ પત્રકારો ચુકતાં નથી તેવા તમામ મિડીયા જગતની લોકપ્રશ્નોને વાચા આપવાની આગવી કાર્યશૈલી અને અખબારી ધર્મ બજાવવાની નૈતિક ફરજને પણ આજે આપણે સેલ્યુટ કરીએ. હાલ સમગ્ર દેશમાં કોરોનાં વાયરસનાં ગંભીર પ્રકારનાં રોગચાળાને નાથવા અને લોકોનાં રક્ષણ માટેની એક રક્ષાત્મક દિવાલ માટેનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સનિષ્ઠ પ્રયાસોનાં ભાગરૂપે ર૧ દિવસનું લોકડાઉન ચાલી રહેલ છે અને આ લોકડાઉનનો આજે ૧૦મો દિવસ છે. આ ૧૦ દિવસ દરમ્યાન સરકારી તંત્રથી માંડી નાનામાં નાના લોકોએ પણ યથાશક્તિ સહયોગ આપેલ છે અને આપતાં રહેશે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત અને સમગ્ર દેશવાસીઓ સાવચેતીની પરિભાષામાં રહી અને ઘરમાં રહો, સુરક્ષિત રહોનું સમર્થન આપી રહ્યાં છે. વિશ્વ વ્યાપી કોરોનાની ભારતમાં આવેલ કટોકટીની આ કપરી ક્ષણોમાં પણ તંત્ર અને જનતા વચ્ચે સંકલનની કડી સમાન અખબારો સતત દોડતાં રહી અને લોકો સુધી સમાચારો પહોંચાડનાર અખબારો અને તેનાં તંત્રશ્રીઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાનાં પત્રકાર મિત્રો, ફિલ્ડ અને ટેબલ પત્રકારીત્વની ભૂમિકા ભજવતાં મિત્રો સહિત મિડીયાની અહમ ભૂમિકા છે. તો આ સાથે જ અખબારી કચેરીમાં વિવિધ વિભાગો ઉપર કામ કરતાં ટેકનીકલ સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટર, મશીનમેન તથા એજન્ટો અને અખબારી વિક્રેતાઓની પણ એટલી જ મહત્વની કામગીરી છે. આમ પ્રજાનાં સાચા પ્રહરીની ભૂમિકા બજાવનાર પત્રકારો અને અખબારોને માટે કટોકટીનાં સમયમાં વિશેષ જવાબદારી રહી છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો, જૂનાગઢનાં વિકાસ અને લોકોનાં હિતની રક્ષા માટે ચિંતિંત એવા મિડીયા જગતની કામગીરી ખુબ જ ઉમદા રહી છે, આવકારદાયક છે અને સરાહનીય પણ છે. તેની પ્રશાસનતંત્ર અને આમ જનત્તા પણ બે મોઢે વખાણ કરી રહી છે.
ગમે તેવી કટોકટી હોય કે કુદરત્તી આફતો હોય કે મુસીબતનો પહાડ ખડકાયો હોય અથવા તો હાલ જે રીતે કોરોનાનું સંકટ સમગ્ર દેશ ઉપર ચાલી રહ્યું છે ત્યારે પણ પત્રકારો પોતાની ફરજ ચુક્યાં નથી. લોકોનાં જીવનું જાખમ હોય તેવાં સમયમાં પણ ટાંચા સાધનો સાથે અને અપુરતી વ્યવસ્થા તેમજ લોકડાઉનની સ્થિતિમાં પણ પોતાનાં ઘર પરિવારની સાથે-સાથે સમગ્ર સમાજની પણ ચિંતા અખબાર નવેશો અને પત્રકાર મિત્રો અને મિડીયાજગત કરી રહ્યું છે. કટોકટીનાં સમયમાં સમાચારોની સત્યતા અને એકતરફ લોકો ઘરની બહાર નીકળી શકતા ન હોય. જાહેર સંપર્ક તથા લોકસંપર્ક તુટી ગયો હોય, આવા સંજાગોમાં પણ અખબારો અને પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયાનાં તમામ મિત્રો પ્રશાસન તંત્ર, સરકાર સાથે સંકલનમાં રહી અને જ્યાં પણ જરૂર પડી ત્યાં ખડેપગે સેવા બજાવી રહ્યાં છે. એટલું જ નહીં લોકોને અન્યાય થયો હોય, લોકોનાં પ્રશ્નોની વાચા આપવી હોય અને ખાસ તો ન્યાય અપાવવાની જયારે વાત આવે ત્યારે પત્રકારો પોતાનું ઉત્તરદાયિત્વ ચોક્કસ નિભાવે છે, નિભાવતાં રહ્યાં છે અને નિભાવતાં રહેશે. આ ઉપરાંત કયાંય પણ ગેરસમજ, અફવાઓથી દુર રહી તેમજ લોકો સમક્ષ, સત્ય સમાચારો રજુ કરવા માટે પત્રકારો સતત ભૂમિકા નિભાવી રહ્યાં છે. જૂનાગઢનાં આઝાદી પહેલા અને આઝાદી બાદનાં ઈતિહાસ ઉપર એક દૃષ્ટિપ્રાત કરશું તો અખબારો અને પત્રકારોની ભૂમિકા મહત્વની રહી છે. જૂનાગઢ શહેરનાં વિકાસની વાત હોય, લોકોનાં હિતની વાત હોય ત્યારે જૂનાગઢનું મિડીયા જગત સતત જાગૃત રહી અને ઉમદા કામગીરી બજાવી રહેલ છે અને બજાવતું રહેશે.. ત્યારે મિડીયા જગતને અભિનંદન સાથ ધન્યવાદ આપવા જ રહે….અત્રે ઉલ્લેખનીય છે કે, આજનાં કપરાં સમયકાળ વચ્ચે અખબાર ચલાવવું અને ટીવી ચેનલ ચલાવવી તે પણ સમયસર પ્રગટ કરવું, લોકો સુધી સત્ય સમાચાર પહોંચાડવા અને ચુક્યાં વિનાં અખબારને પ્રસિધ્ધ કરવું તે ખુબ જ પડકારરૂપ ભૂમિકા છે. જૂનાગઢનાં અખબારો અને તેનાં માલિકો અને તંત્રીઓ આ ભૂમિકા સુપેરે બજાવી રહ્યાં છે અને રહેશે. અખબારી ધર્મ અદા કરવામાં અનેક વિભાગોનો પણ સહયોગ રહેલો છે. જેમાં પ્રતિનિધીઓ, એજન્ટો અને ફિલ્ડ વર્કનું કામ કરતાં પત્રકારો સમાચાર એકત્ર કરી અને પોતાની કચેરીએ મોકલતાં હોય છે અને ત્યાં તંત્રીશ્રીનાં સંપૂર્ણ દેખરેખ અને માર્ગદર્શન હેઠળ એડીટીંગ કાર્ય કરીને સબ એડીટર દ્વારા આ સમાચારને તૈયાર કરવામાં આવે છે. તંત્રીશ્રીઓની સુઝ-બુઝ અને મંજુરી બાદ કોમ્પ્યુટર વિભાગમાં તેનું લેઆઉટ તૈયાર કરવામાં આવે છે અને આ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરાયેલી કામગીરી બાદ મશીનરી વિભાગમાં તેને યોગ્ય ટચ આપી અને નિષ્ણાંત મશીનરી વિભાગનાં કર્મચારીઓ દ્વારા છપાઈ કામ ચાલતું હોય છે. અખબાર મશીનમાંથી બહાર નીકળ્યાં બાદ તેને લોકો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. એજન્ટ-મિત્રો, અખબારી વિક્રેતાઓ તેમજ અખબારની કચેરીમાં જુદાં-જુદાં વિભાગમાં કામગીરી કરતાં દરેક કર્મચારીઓનો પણ સતત સહયોગ રહેતો હોય છે અને ત્યારબાદ આ અખબાર લોકો સુધી પહોંચતું હોય છે ત્યારે આજના આધુનિક યુગમાં આધુનિક મશીનરીથી સજ્જ અખબારી કચેરી પણ જાગૃત રહીને તંત્રને સાથ આપી રહી છે. આમ અનેક પડકારો વચ્ચે અખબાર ચલાવવું અને અખબારી ધર્મ બજાવવો તે કઠિન નહીં પરંતુ મુશ્કેલ જેવી પરિÂસ્થતી વચ્ચે પણ ઉત્તરદાયીત્વ નિભાવનારા તમામ ધુળધોયા જેવી કામગીરી બજાવતાં પત્રકારોનું કાર્ય અભિનંદનને પાત્ર છે.