અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ગિરનાર દર્શન જૈન ધર્મશાળામાં બિરાજમાન પ.પૂ. આચાર્ય હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ગિરનારના મજુર ભાઈ-બહેનો, ડોળીવાળા તથા જરૂરીયાતવાળા પરિવારોને લગભગ રૂપિયા ૧૬૦૦-૧૭૦૦ ની કિંમતની એક કીટ એમ કુલ ૧૦૦૦ કીટ એટલે કે લગભગ કુલ રકમ રૂપિયા ૧૬-૧૭ લાખની અનાજની કિટોનું વિતરણ કરાયું હતું.
પક્ષીઓના પાણી પીવાથી ક્યારેય પણ નદીના પાણીમાં કોઈ ઘટ આવતી નથી તે જ રીતે દાન કરવાથી ધન ઘટતું નથી પરંતુ ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે જેના ભાગરૂપે અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ગિરનાર દર્શન જૈન ધર્મશાળામાં બિરાજમાન પ.પૂ. આચાર્ય હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જ્યારે હાલ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત વર્ષમાં આવી પડેલી કોરોના વાયરસ નામની મહામારીને કારણે ગરીબ મજૂર અને કામદાર પરિવારોનું રોજબરોજનું જીવન ધોરણ ખોરવાઈ ગયેલ છે ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાના આયોજનમાં સહાયરૂપ થવા માટે ગિરનારના મજુર ભાઇ- બહેનો, ડોળીવાળા, રોપ-વેના મજૂરો તથા જરૂરિયાતવાળા પરિવારોને લગભગ રૂ.૧૬૦૦-૧૭૦૦ કિંમતની એક કીટ કુલ વજન
૩૦ કિલોગ્રામ જેમાં મહત્વની કરિયાણાની કાચી સામગ્રીઓની કુલ ૧૦૦૦ કીટો તૈયાર કરી રૂ. ૧૬-૧૭ લાખની કિંમતની કીટો તમામ ગરીબ પરિવારોને ફાળવવામાં આવેલ છે. ખાસ કરીને લેનારને કોઈ ગ્લાની ના થાય અને આપનારને કોઈ અહંકાર ન જન્મે પરંતુ માત્રને માત્ર જીવ માત્ર પ્રત્યે કરૂણા જીવમાત્રને સંતોષ અને સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના સાથે આ કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં મેયર ધીરૂભાઈ ગોહેલ, મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા, પ્રફુલભાઈ કનેરિયા, કલ્પેશભાઈ ટોલિયા, વોર્ડ નંબર ૧૦ ના કોર્પોરેટર એભાભાઈ કટારા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ધોકડીયા, બીટ જમાદાર રામદેવભાઈ આહીર, પેઢીના મેનેજર જગદીશભાઈ ભટ્ટ અને જૈન સમાજના કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કીટોનું વિતરણ કરવાનો મંગલ પ્રારંભ કરવામાં આવેલ છે. આ કીટમાં ૧૦ કિલો ઘઉંનો લોટ, પ કિલો બાજરી, પ કિલો ચોખા, ૨ કિલો તુવેરની દાળ, ૨ કિલો ખાંડ, ૨ લિટર કપાસિયા તેલ, ૧ કિલો ગોળ, ૧ કિલો નમક, ૫૦૦ ગ્રામ મરચું, ૨૫૦ ગ્રામ ધાણા જીરૂં, ૨૫૦ ગ્રામ હળદર, ૨૫૦ ગ્રામ રાઈ અને ૨૫૦ ગ્રામ ચા આ રીતે ૩૦ કિલોની સામગ્રી સામેલ કરવામાં આવેલ છે.