ઓખા બંદરે મોટી સંખ્યામાં મધદરિયે માછીમારો થયા સ્વૈચ્છિક કોરોન્ટાઈન

0

કોરોના વાયરસના સંક્રમણના કારણે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કડક જાહેરનામું તથા લોક ડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે હાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં મોટી સંખ્યામાં વિદેશથી માછીમારો પોતાના વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તથા સલાયા પંથકમાં પરત આવે છે. અહીં વિદેશથી બોટ મારફતે આવેલા વહાણવટીઓ તથા માછીમારો હાલ કોરોનાના કારણે સ્વૈચ્છિક રીતે કવોરોન્ટાઈન થઈ રહ્યા છે. હાલ જિલ્લા કલેકટરના આદેશ મુજબ જિલ્લા પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા આરોગ્ય વિભાગ દ્વારા વિદેશથી આવેલા માછીમારો વહાણવટીઓને સ્થાનિક દરિયાકાંઠાથી દૂર મધદરિયે બોટ કવોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હાલ ઓખા વિસ્તારમાં અન્ય વિસ્તારોમાંથી આવેલા આશરે આઠેક હજાર જેટલા માછીમારો તથા વહાણવટીઓનું ચેકિંગ કરવામાં આવી આવ્યું છે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં માછીમારો હાલ સ્વયં રીતે જાગૃતિ કેળવી બોટમાં કવોરોન્ટાઈન થઈને રહે છે. આ વચ્ચે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પટેલની મેડીકલ ટીમ દ્વારા આ વિદેશથી આવેલા તથા અન્ય વિસ્તારોમાં જઈને પરત ફરેલા ચોખા તથા સલાયાના વહાણવટીઓ અને મેડીકલ તપાસણી કરી સાવચેતીના પગલાં ભર્યા હતા. આ ઉપરાંત દરિયામાં કવોરોન્ટાઈન રહેલા આ માછીમારો, વહાણવટીઓને ભોજન સહિતની વ્યવસ્થા તથા મેડીકલ તપાસણી અને તમામ સાવચેતીના પગલા વચ્ચે આ જાગૃતિ પ્રશંસાપાત્ર બની રહી છે.