જૂનાગઢ અને આસપાસનાં ગામોમાંથી જાહેરનામાનો ભંગ કરતાં ૯૩ શખ્સો ઝડપાયા

0

જૂનાગઢ અને આસપાસનાં ગામોમાંથી લોકડાઉન જાહેરનામાનો ભંગ કરતાં ૯૩ શખ્સો ઝડપાયા હતા. જેમાં જૂનાગઢમાંથી પ૮, છોડવડી (ભેંસાણ)માંથી ૧, મેંદરડામાંથી ૧, અગતરાયમાંથી પ, નુનાળામાંથી ર, ઈન્દ્રાણામાંથી ૧, નાંદરખીમાંથી ૩, ચોરવાડમાંથી ૩, આંત્રોલીમાંથી ૧, માણાવદરમાંથી ૧, બાંટવામાંથી ર, માંગરોળમાંથી ૭, માળીયામાંથી ૪ અને રહીજમાંથી ૩ શખ્સો મળી કુલ ૯૩ શખ્સોને જાહેરનામાનો ભંગ કરતાં ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાછરડાને મારી નાંખતા ફરીયાદ
વિસાવદર તાલુકાનાં જાંબુડા ખાતે રહેતાં દિનેશભાઈ વિરાભાઈ બલદાણીયાએ પોલીસમાં આ કામનાં આરોપી વલ્કુ જીવાભાઈ ચારોલીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીએ આશરે દોઢેક વર્ષનાં રેઢિયાર વાછરડાનાં મોઢે દોરી બાંધી મુંગો દઈને મારી નાંખતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!