જૂનાગઢ સહીત દેશમાં આવતીકાલે આવો મિલ કર દિપ જલાયે અભિયાન

0

કોરોના સામેનો જંગ અંતિમ તબકકામાં પહોંચી ગયો છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની ૧૩૦ કરોડથી વધારે જનતા પાસે આવતીકાલ તા. પ એપ્રીલનાં રાત્રીનાં ૯ કલાકથી ૯ મીનીટ માંગીને પ્રકાશની શકિત લહેરાવવા માટે આવો મિલકર દિપ જલાયે અભિયાન હાથ ધરી અને આસુરી શકિત, અનિષ્ઠ તત્વનો નાશ અને ભારત સહીત સમગ્ર વિશ્વનાં કલ્યાણની કામના કરવા માટેનાં આ મહાશકિત અભિયાનમાં સર્વે દેશવાશીઓને સંપૂર્ણ સહયોગ આપવાની અપીલ કરી છે ત્યારે આવતીકાલે જૂનાગઢ સહીત સમગ્ર ભારતવર્ષમાં દિપકની જયોત પ્રગટાવવાનું મહા અભિયાન યોજાનાર છે અને દેશવાસીઓ તેમાં જાડાશે ત્યારે અદભુત સહયોગ રચાવવાનો છે અને તેને સફળ બનાવવાનાં પ્રયત્નો કરવામાં આવી રહયા છે. ભારતદેશમાં પ્રકાશની શકતિનું આદીઅનાદી કાળથી આગવું અને અનેરૂ મહત્વ રહેલું છે. ઋષીમુનીઓનાં આ દેશમાં પરંપરાથી જ હોમ, હવન, યજ્ઞ અને દિપક પ્રકાશનું અત્યંત મહત્વ રહેલું છે. તહેવારોની ઉજવણી દરમ્યાન પણ ખાસ કરીને દિપાવલીના પર્વ ઉપર ફટાકડા ફોડવાનું તેમજ ઘરે ઘરે દિવડા પ્રગટાવવાનું મુખ્ય કારણ એ છે કે વાતાવરણમાં પ્રસરતો પ્રદુષનો નાશ થાય અને લક્ષ્મીજીને આવકારવા આ પૂજનવિધિ કરવામાં આવતી હોય છે. હાલ જયારે ભારતવર્ષ કોરોનાની ગંભીર સંક્રમણને ખાળવા માટેના મહાયુધ્ધ ચાલી રહયુ છે ત્યારે લોકોનાં આરક્ષણ માટે ઉપચારથી લઈ અને આરોગ્ય વિષયક પગલાઓ લેવામાં આવી રહયા છે. લોકડાઉનનો આ સમયગાળો ચાલી રહયો છે અને લોકોને ઘરમાં જ રહો અને સુરક્ષીત રહો તેવી અપીલો થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને કોરોનાના રોગમાંથી બચાવવાના અભિયાનનાં ભાગરૂપે સૌ પ્રથમ રર માર્ચે જનતા કર્ફયુ, સાંજનાં પ કલાકે તાલી-થાળી અને જાલરનાં નાદથી સેવા કર્મચારીઓને બિરદાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ ર૪ તારીખથી મધ્યરાત્રીનાં ર૧ દિવસના લોકડાઉન શરૂ કરવામાં આવેલ છે. જેને આજે ૧૧મો દિવસ છે. અને આ કોરોના સામેની લડાઈનાં અંતીમ તબકકામાં ફરીવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને પ્રકાશનાં દેવતાઓનું આરાધના કરવાની અપીલ કરી છે. આવતીકાલે એટલે કે પમી એપ્રીલનાં રાત્રીનાં ૯ કલાકે અને ૯ મીનીટે ઘરની તમામ લાઈટ બંધ કરી ઘરના દરવાજે બાલ્કનીમાં દિવો પ્રગટાવી અથવા ટોર્ચ, મીણબત્તી, મોબાઈલની ફલેશલાઈટ ચાલુ કરી ૯ મીનીટ સુધી પ્રકાશની મહાશકિત લહેરાવવા માટે ૧૩૦ કરોડ દેશવાસીઓને હાકલ કરવામાં આવી છે ત્યારે જૂનાગઢ સહીત સમગ્ર દેશવાસીઓ આવતીકાલે આવો મિલકર દિપ જલાયેનાં અભિયાનને સફળ બનાવવા તૈયારી કરી રહયા છે. સબકા સાથ સબકા વિકાસ સાથે આવો સૌ દિપકના અજવાળે વિશ્વ મંગલની કામના કરીએ.