ગાંધીગ્રામ ગરબી મંડળની અનોખી સેવા : જરૂરીયાતમંદો માટે ૧૦ હજારથી વધારે ફુડ પેકેટોનું વિતરણ કર્યુ

જૂનાગઢ શહેરમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળનાં વીરાભાઈ મોરી અને તમામ કાર્યકર્તાઓ દ્વારા દાતાઓ તેમજ ગાંધીગ્રામ વિસ્તારનાં લોકોનાં સહયોગ સાથે જરૂરીયાતમંદ લોકોને તેમજ ગરીબ વર્ગ માટે ગુંદી-ગાઠીયાનાં ફુડ પેકેટો બનાવી અને જૂનાગઢ શહેર તથા તાલુકામાં જરૂરીયાતમંદોને વિતરણ કરવામાં આવી રહેલ છે. ૧૦ હજારથી પણ વધારે ફુડપેકેટો તૈયાર કરવામાં આવેલ છે અને અનોખો આ સેવાયજ્ઞ ચાલી રહયો છે. અને હરપળે સેવા અને મદદ માટે જૂનાગઢ ગાંધીગ્રામ ગરબી મંડળનાં તમામ કાર્યકર્તાઓ અને લત્તાવાસીઓ દ્વારા તત્પરા દર્શાવી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!