હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે તકેદારીનાં ભાગરૂપે જૂનાગઢ જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, જૂનાગઢનાઓએ જાહેરનામું બહાર પાડેલ અને જે જાહેરનામાનો ચુસ્તપણે અમલવારી કરાવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પવાર તથા જીલ્લા પોલીસવડા સૌરભસિંઘએ ડ્રોન કેમેરાની મદદથી સ્ટીક વોચ રાખી શહેરમાં ગીચ વસ્તી ધરાવતાં વિસ્તારોમાં માણસોની બિનજરૂરી ઘરની બહાર નીકળતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ જાહેરનામા ભંગના કેસો શોધી કાઢવા જૂનાગઢ જીલ્લા પોલીસને સખ્ત સુચના આપતા જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી વોચ રાખી બીનજરૂરી મેળાવડા કરતા તેમજ બીનજરૂરી ઘરની બહાર નીકળતા ઈસમો તેમજ ક્રિકેટ રમતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અર્થે તા.ર૮-૩-ર૦ર૦ થી તા.ર-૪-ર૦ર૦ સુધી જૂનાગઢ શહેર વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ / કરી ઈપીકો કલમ ર૬૯ મુજબનાં કુલ ૧૦ કેસો તથા જાહેરનામા ભંગના કુલ ૪૦ તથા એમવી એકટ ર૦૭ મુજબ કુલ-૧૯ વાહન ડીટેઈન તથા પ્રોહીબીશન ધારા હેઠળ-૧ એમ મળી કુલ ૮પ બે જવાબદાર ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.