અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું હોવાની ભીતી

0

આજે ગુજરાતમાં પોઝીટીવ કેસની સંખ્યા ૧૦૦ને આંબી ગઈ છે. ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રથમ ૮ દિવસમાં ૪૪ કેસ તો બીજા ૮ દિવસમાં ૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઇથી પરત ફરેલા પાટણના એક યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યાંક ૯એ પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું હોવાની ભીતી વ્યકત થઈ છે ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વારન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના સામેના જંગમાં રાજય એક સ્ટેપ આગળ તો એક સ્ટેપ પાછળ તેમ રોજબરોજ નવા પોઝીટીવ અને સ્વસ્થ થતા દર્દીઓની સ્થિતિ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. રાજયમાં ગઈકાલ સાંજ બાદ સાત નવા પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં એક સાત વર્ષની બાળકી, ૧૭ વર્ષના ટીનેજર અને ૩૦ તથા ૩૫ વર્ષના ત્રણ લોકોનો સમાવેશ થયો છે. આ તમામ કેસ અમદાવાદના છે. આમ અમદાવાદ એ કોરાના માટે હોટસ્પોટ બની ગયુ છે. અમદાવાદમાં કુલ ૩૮ કેસ નોંધાયા છે અને છેલ્લા ૧૨ કલાકમાં નોંધાયેલા કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ૬ કેસ લોકલ ટ્રાન્સમીશનથી નોંધાયા છે. આમ ગુજરાતમાં એક જ દિવસમાં લોકલ ટ્રાન્સમીશનથી નોંધાયેલા કેસની સંખ્યા સૌથી વધી ગઈ છે અને તેથી ચિંતાની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજયમાં કુલ ૧૦૦ કોરોના પોઝીટીવ કેસ છે જેમાં બે વ્યક્તિઓ વેન્ટીલેટર ઉપર છે. ૭૫ દર્દીઓની હાલત સ્થિર છે. જયારે ૧૦ને ડીસ્ચાર્જ કરાયા છે. ગઈકાલે વડોદરાની એક હોસ્પિટલમાં ૭૮ વર્ષના પુરૂષ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા તેનું મૃત્યુ થતા રાજયમાં કોરોનાથી મૃત્યુનો આંક ૯ થયો છે. સૌથી ચોંકાવનારી સ્થિતિમાં ૭ વર્ષની એક બાળકીને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા અને તે લોકલ ટ્રાન્સમીશનથી થયો હોય તે નિશ્ચિત થતા તેના નિવાસ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં કોરોના પોઝીટીવ હોવાનો ભય છે તો ૧૭ વર્ષના એક ટીનેજર તથા ૩૫ વર્ષના એક યુવાન અને ૩૦ વર્ષની એક મહિલાને પણ કોરોના પોઝીટીવ જાહેર થયો છે. જયારે બાકીના ત્રણ કેસમાં ૬૮ વર્ષના પુરુષ જે દિલ્હીનો પ્રવાસ કર્યો હતા અને માનવામાં આવે છે કે તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપી હતી તે કોરોના પોઝીટીવ જાહેર થયા છે. એક માત્ર કેસ રાજય બહારથી આવ્યો છે. જેઓ ૬૮ વર્ષની વ્યકિત છે. જયારે અન્ય બે કેસમાં ૬૦ વર્ષના એક મહિલા અને ૬૫ વર્ષના પુરૂષને પણ લોકલ ટ્રાન્સમીશનથી કોરોના થયો છે. રાજયના આરોગ્ય સચીવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે રાજયમાં કુલ ૧૪૮૬૮ લોકો હોમ કવોરેન્ટાઈન અને ૮૮૦ લોકો સરકારી સુવિધામાં કવોરેન્ટાઈન થયા છે. રાજયમાં કવોરેન્ટાઈનના નિયમનો ભંગ કરવા બદલ ૪૧૮ સામે કેસ દાખલ થયો છે.

error: Content is protected !!