દેશમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૩૦૦૦ને પાર : મૃત્યુઆંક ૮૦

0

દેશમાં કોરોના વાઈરસને લીધે કુલ મૃત્યુંક ૮૦ થયો છે. શુક્રવારે વધુ ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિશ્વની સાથે સાથે દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. ભારતમાં નવા કેસોની સંખ્યા વધીને હવે ૨૭૦૪ સુધી પહોંચી ગઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૮૦ સુધી પહોંચી ગયો છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ બે હજારથી ઉપર રહેલી છે. મહારાષ્ટ્ર , કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિળનાડુ, ગુજરાતમાં કેસોની સંખ્યા વધી રહી છે. કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસની અસર થયા બાદ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને ૧૯૧ સુધી પહોંચી ગઇ છે. યુદ્ધના ધોરણે તમામ પગલા દેશમાં લેવામાં આવી રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. તેમ છતાં કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે. કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે. ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે. દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે. સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. તમામ રાજ્યો અને જિલ્લાઓને સરહદ સીલ કરવાની સૂચના આપવામાં આવી ચુકી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા ખૂબ વધી ગઈ છે. હાલમાં સરકાર કોમ્યુનિટી ટ્રાન્સમીશનના અહેવાલને રદિયો આપી રહી છે. સોમવારના દિવસે સંખ્યા ૧૩૪૭ હતી. જે મંગળવારના દિવસે વધીને ૧૬૦૦થી ઉપર પહોંચી ગઇ હતી. બુધવારના દિવસે કેસોની સંખ્યા ૧૯૦૦થી ઉપર પહોંચી હતી. ગુરૂવારના દિવસે કેસોની સંખ્યા ૨૨૦૦થી ઉપર પહોંચી ગઇ છે. શુક્રવારના દિવસે કેસોની સંખ્યા ૨૫૦૦થી ઉપર પહોંચી ગઇ છે જે દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. ત્યારબાદ બે મહિનામાં કેસોની સંખ્યા ૧૫૦૦ થઇ હતી. જ્યારે ત્યારબાદ ૧૪મી માર્ચ બાદ કેસોમાં એકાએક જંગી વધારો થયો છે. કુલ કેસો પૈકી ૪૦ ટકાથી વધારે કેસો છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે. મૃત્યુઆંક વધીને ૮૦ ઉપર પહોંચી ચુક્યો છે. સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૧૯૧ ઉપર રહેલી છે. મોડી રાત્રી સુધી કેસોમાં સતત વધારો જારી રહ્યો હતો.