કોરોનાથી વિશ્વવ્યાપી મૃત્યુઆંક પ૯૦૦૦ : પોઝીટીવ કેસની સંખ્યા ૧ર લાખ

0

વિશ્વભરમાં કોરોનાના ૧ર લાખ પોઝીટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૫૯ હજાર ૧૭૨ લોકોએ જીવ ગુમવ્યો છે. બે લાખ ૨૯ હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં દિવસેને દિવસે સ્થિતિ વિકટ બનતી જાય છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૪૮૦ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ૩૨ હજાર નવા કેસ નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં ૨ લાખ ૭૭ હજાર ૪૬૭ કેસ નોંધાયા છે. ૭૪૦૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીની વાત કરીએ તો અહીં ૧ લાખ ૨૦ હજાર કેસ નોંધાયા છે. અહીં ૧૪ હજાર ૬૮૧ લોકો મોતને ભેટ્યા છે. સ્પેનમાં એક લાખ ૧૯ હજાર ૨૦૦ કેસ નોંધાયા છે. અહીં ૧૧ હજાર ૧૯૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. નેધરલેન્ડની વાત કરીએ તો અહીં ૧૫ હજાર ૭૦૦ કેસ નોંધાયા છે અને ૧૪૮૭ લોકોના જીવ ગયા છે. ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરથી નીકળેલો કોરોના વાઈરસ સમગ્ર વિશ્વ પર મહામારીનું મહાસંકટ પેદા કરી ચૂક્યો છે. મૂળ કેન્દ્ર વુહાન જોકે હવે પૂર્ણતઃ કોરોનાને અંકુશમાં લઈ ચૂક્યું છે. પરંતુ કમનસીબે વિશ્વના બીજા અનેક મહાનગરોમાં કોરોના સંક્રમણ અને મૃત્યુઆંક ભયજનક બની ચૂક્યા છે જેને લીધે મૂળ એપિસેન્ટર વુહાન પણ હવે પાછળ પડી ચૂક્યું છે. ઉત્તર ઈટાલીનો પ્રાંત કોરોના સંક્રમણનો ભોગ બનવાના મામલે અત્યારે સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ૧૯ ફેબ્રુઆરીએ અહીં પ્રથમ કોરોના સંક્રમણ નોંધાયા બાદ ૧૦ માર્ચ પછી હાલત એવી છે કે અહીં રોજ ૪૦૦ લોકો મોતને ભેટી રહ્યા છે. વુહાનમાં ૨૫૦૦ મૃત્યુ થયા હોવાનું કહેવાય છે જ્યારે લોમ્બાર્ડીમાં મૃત્યુઆંક ૩૫૦૦થી વધી ચૂક્યો છે અને સતત વધી રહ્યો છે. સંક્રમણની ઝડપ એટલી તીવ્ર છે કે ઈટાલીની સક્ષમ ગણાતી હેલ્થ સિસ્ટમ પણ પડી ભાંગી છે. મૃતકોને દફનાવવા માટે જગ્યા નથી કે ન તો એ માટે કોઈ વ્યવસ્થા છે. કબર ખોદી ખોદીને જેસીબી મશીન પણ હાંફી ચૂક્યા છે. ટુરિસ્ટ સ્પોટ તરીકે જગવિખ્યાત માડ્રિડની હાલત અત્યંત દયાજનક થઈ ચૂકી છે. બાર્સેલોના પછી સ્પેનનું આ મુખ્ય શહેર બૂરી રીતે કોરોનાની લપેટમાં આવી ચૂક્યું છે. અત્યાર સુધીમાં અહીં સંક્રમણના ૧૫૦૦૦થી વધુ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૨૨૦૦ ઉપર પહોંચ્યો છે. સમગ્ર સ્પેનમાં મૃત્યુઆંક ૪૧૦૦ છે તેનાં અડધાથી વધુ ફક્ત માડ્રિડમાં મર્યા છે. આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માડ્રિડ હાલ લશ્કરને હવાલે છે. મૃતદેહો પરિવારજનોને સોંપવાને બદલે બારોબાર અંતિમવિધિ કરી દેવામાં આવે છે. બ્રિટનનું આ ધમધમતું મહાનગર છેલ્લાં ત્રણ અઠવાડિયાથી સન્નાટો ઓઢીને ડુસકાં ભરી રહ્યું હોય એવી સ્થિતિ છે. બ્રિટનમાં કોરોના સંક્રમતિ દર્દીઓનો આંકડો ૧૦ હજારને પાર કરી ગયો છે, જેના ચોથા ભાગના દર્દીઓ એકલાં લંડનમાં છે. ૨૫૦થી વધુ મૃત્યુ અહીં નોંધાયા છે અને મૃત્યુઆંક હજુ ય સતત વધતો જાય છે. લંડનમાં હજુ સુધી પર્યાપ્ત મેડિકલ સેવાઓ દર્દીઓને મળી રહી છે પરંતુ જે પ્રકારે સંક્રમણનો દર વધતો જાય છે એમ આગામી એક અઠવાડિયા પછી અહીં સ્થિતિ બદતર બની શકે છે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને પણ લંડન માટે વેન્ટિલેટરની જરૂરિયાત પૂરી પાડવા ટહેલ નાંખી છે. અમેરિકામાં સંક્રમણનો દર ભારે ઊંચો હોવા છતાં આરંભે મૃત્યુઆંકને સિમિત રાખી શકાયો હતો પરંતુ જગતની સર્વશ્રેષ્ઠ મેડિકલ સુવિધાના દાવાના પણ કોરોના સામે ધજિયા ઊડી રહ્યા છે. અમેરિકામાં આશરે અઢી લાખથી વધુ દર્દીઓ કોરોના સંક્રમિત નોંધાયા છે, જેની સામે મૃત્યુઆંક સતત વધતો જાય છે. તે પૈકી ન્યૂયોર્ક અમેરિકામાં કોરોનાનું એપિસેન્ટર બની રહ્યું છે. એકલાં ન્યૂયોર્કમાં જ ૧૪૦૦ લોકો મૃત્યુ પામ્યાં છે અને આ સંખ્યા સતત વધતી જાય છે. અમેરિકાએ તમામ હોસ્પિટલને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. ન્યૂયોર્કના તમામ કમ્યુનિટી સેન્ટર્સમાં આઈસોલેશન વોર્ડ બનાવી દીધા છે પરંતુ સંક્રમણની ઝડપ અમેરિકા જેવી મહાસત્તાને પણ હંફાવી રહી છે.

error: Content is protected !!