જયારે જયારે માનવ સમાજને કટોકટીની પળોમાં મદદ માટેની જરૂર પડી છે અને મદદનો પોકાર ઉઠે છે ત્યારે જૂનાગઢની પાવનકારી ભૂમિનાં ‘સેવાનાં સૈનિકો’ નિઃસ્વાર્થ ભાવે, ખંત, નિષ્ઠા અને સમયનું યોગદાન આપી માનવ ધર્મ અદા કરવામાં કયારેય પાછળુ વળીને જોતા નથી એવા સેવાભાવીઓ, સેવાકીય સંસ્થાઓ, સેવાકીય મંડળો, ગલી, મહોલ્લા, સોસાયટીનાં સેવાભાવીઓ, સંતો, ઓલીયાઓ, ધાર્મિક સંસ્થા, ધાર્મિક સ્થળો અને દાતાઓ માનવ સેવાની જયોત જગાવે છે અને જરૂરીયાતમંદ, ગરીબો અને રોજેરોજનું કરી ખાતા લોકો અને દરિદ્રનારાયણની સેવા કરનારા દરેક સમાજ, દરેક વર્ગનાં જૂનાગઢનાં સેવાભાવીઓને રંગ છે અને સાથે જ તેમની નિઃસ્વાર્થ સેવા ભાવનાને પણ લાખ સલામ છે.
કોરોનાં વાયરસનાં રોગચાળને ખાળવા અને આ રોગનાં નાસ માટે તેમજ ભારતવર્ષની જનતાનાં આરોગ્ય અને જાનમાલની સલામીનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં એલાન અનુસાર ભારતવર્ષમાં લોકડાઉન ચાલી રહયુ છે અને ઘરમાં રહો અને સુરક્ષીત રહો અને સમાજને પણ સુરક્ષીત બનાવીએની અપીલને જના સહયોગ આપી રહી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રીઓ, સચિવો દ્વારા લોકો સેવાલક્ષી કાર્યક્રમ જાહેર કરી કોરોનાનો સામનો કરવા લોકડાઉન ચુસ્ત રીતે જળવાય તે માટે સઘન વ્યવસ્થાઓ સમયપત્રક મુજબ ગોઠવી છે. લોકડાઉનની સ્થિતીમાં આવશ્યક સેવાઓને મર્યાદીત સમય સુધી ચાલુ રખાય છે અને સમય મર્યાદામાં આ સેવા પણ બંધ થતી હોય છે. ત્યારે અન્ય વેપાર, ધંધા, રોજગાર સંપૂર્ણ રીતે બંધ છે. કારીગરો, મજુરો બેકાર બન્યા છે. આમ એક તરફ આર્થિક ંગી અને બીજી તરફ રોજગારીનું ક્ષેત્ર ઠપ્પ છે. સેવા સંજાગોમાં ખાસ કરીને રોજેરોજનું કરી ખાતા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની કેવી સ્થિતી હશે તેની તો કલ્પના કરવી મુશ્કેલ છે. પોતાનું તેમજ પોતાનાં પરીવારનું પેટીયુ ભરવું તે મોટો પ્રશ્ન ઉદભવવા પામ્યો, પૈસો ન હોય, અનાજ પુરવઠો કે જીવન જરૂરી ચીજવસ્તુ ન હોય તેવા લોકોનાં ઘરનો ચુલો સળગવો પણ મુશ્કેલ બની જતો હોય છે. સૌથી વધુ અસર હેરડ્રેસર, શાકભાજી માર્કેટ, રીક્ષા ચાલકો, મજુરો, ફેરીયાઓને થઈ છે. અનેક વ્યવસાયકારોને પણ દુકાનો બંધ રહેવાથી નુકશાન થયું છે. એવા કપરા સમયમાં ગરીબો અને જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા માટે દર વખતની આપતીનાં સમયે જેન આગળ આવે છે તેમજ આ વખતે પણ સેવાભાવી સૈનિકો અને તેમની ટીમ મદદ માટે કાર્યરત બની છે. સૈનિક શબ્દ એટલા માટે લખ્યો જેમ સરહદ ઉપર જવાન દેશની સુરક્ષા અને સલામતી માટે ફરજ બજાવે છે તેવી જ રીતે માનવ ધર્મ માટેનાં સેવાનાં આ સૈનિકો પોતાનાં ઘર, પરીવારની ચિંતા કર્યા વિના માત્રને માત્ર ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’નાં સેવા યજ્ઞમાં લાગી જાય છે. જૂનાગઢ શહેરનાં લગભગ દરેક વિસ્તારો, દરેક મહોલ્લામાં આજે દરેક ધર્મનાં, સમાજનાં લોકો સેવાકીય પ્રવૃતિ થકી જરૂરીયાતમંદોને મદદ પહોંચાડી રહયા છે. રાત દિવસ ફુડ પેકેટો તૈયાર કરી અને ગરીબોને પહોંચાડે છે.
સેવાકીય પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે. દાતાઓ તેઓ પણ છુટા હાથે દાનની સરવાણી વહાવી રહયા છે. સેવાનાં આ મહાયજ્ઞમાં જા કે સરકાર, સરકારી રેવન્યુ તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ સહીતનાં સરકારનાં લગભગ દરેક વિભાગનાં લોકો પણ જાડાયા છે. અને પોતપોતાની રીતે સેવાઓ આપી રહયા છે જે પણ આપણને સૌને પ્રેરકબળ પુરૂ પાડે છે.
આમ મદદ કરવાની ઉત્કૃષ્ટ ભાવના સાથે આજે જૂનાગઢમાં સેવભાવી સૈનિકો માનવ ધર્મ સુપેરે બજાવી રહયા છે. તેઓનાં કામમાં આપણે પણ યથાશકિત પ્રમાણે સહયોગ આપવો જાઈએ, તેઓને પ્રોત્સાહીત કરીએ અને જરૂર જણાય ત્યાં તેમની સાથે રહીએ તો પણ આપણે પણ માનવ સેવાનાં આ કાર્યમાં કયાંક ને કયાંક ‘ટાપશી’ પુરાવી છે તેઓ આત્મ સંતોષ મેળવી શકીશું ફરી એકવાર માનવતાની મહેંકાતી મુશ્કુરાટ પ્રસરાવવામાં નિમિત્ત બનેલા અને ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’નાં સુત્રને સાર્થક બનાવનારા તમામ સેવાભાવીઓને રંગ છે.. ‘વૈશ્નવ જન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે…’