જૂનાગઢ સહિત દેશભરમાં દિપક પ્રગટાવી એકતાના સંદેશા સાથેનો અદ્‌ભુત નજારો

દેશમાં હાલ કોરોનાની બિમારીનું મહાસંકટ ચાલી રહ્યું છે. આ લડતનાં આ જંગમાં હાલ લોકડાઉન વચ્ચે ચૈત્રમાસમાં શક્તિની આરાધના સાથે વિશ્વનાં કલ્યાણની કામના કરાયા બાદ રામનવમીનાં પર્વે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીનાં પ્રાગટય મહોત્સવની ભાવવંદના સાથે સાદાઈથી ઉજવણી સમગ્ર ભારતવર્ષમાં કરવામાં આવી હતી અને ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માત આપી ‘આઓ મિલકર દિપ જલાયે’ને જૂનાગઢ સહિત દેશભરમાં જારદાર પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ પ્રકાશનાં મહાશક્તિશાળી પર્વની આરાધના કરી હતી. આપણા શહેર જૂનાગઢની વાત કરીએ તો ગઈકાલનાં સવારથી જ લોકો દિપ પ્રગટાવવા માટે સજ્જ બની ગયા હતાં. જાણે દિવાળીનો તહેવાર હોય તેવું વાતાવરણ અને માહોલ સર્જાયો હતો. ઘર આંગણે રંગોળી પણ પુરી હતી અને બરાબર નવ વાગતાં જ જૂનાગઢમાં લોકોએ ઘરની લાઈટો બુજાવી દઈ દિવડા, મીણબતી, ટોર્ચ, મોબાઈલની લાઈટ એક સાથે સળગાવી હતી. અને ઉંડા અંધારાથી પરમ તેજે લઈ જાની  અને તમસો મા જયોતિર્ગમયની આરાધના કરી હતી. એક તકે દિવડા અને પ્રકાશથી વાતાવરણ ઝગમગી ઉઠ્યું હતું.
લોકો પોતાનાં ઘરે, ફળીયામાં, બાલ્કનીમાં, ધાબા ઉપર, અગાશી ઉપર રહીને પણ દિપ સે દિપ જલાયે ને સાર્થક કર્યો હતો. ઘણી જગ્યાએ લોકો ફટાકડા ફોડી અને કોરોનાને ભગાડી મુકવા કટીબધ્ધ બન્યા હતા. સંકટની પળો, કોરોનાનો ખતરો અને લોકડાઉનની આ સ્થિતીમાં પણ જૂનાગઢનાં લોકોએ બમણાં જોમ, જુસ્સા સાથે આપણે સહુ દેશવાસીઓ કોરોના સામેનો જંગ જીતીશું જ અને કોરોનાને ભગાડીને જ રહીશું સાથે એકતાનો સંદેશો પ્રગટાવ્યો હતો.

error: Content is protected !!