જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ૧૦૦ બેડની ક્ષમતા સાથે સુવિધા વધારાઈ

0

જૂનાગઢ શહેર અને જીલ્લાની આધુનિક સુવિધાસભર એવી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસનાં સંભવિત દર્દીઓને સારવાર આપવા માટેની બેડની વ્યવસ્થા વધારવામાં આવી છે. આઈસોલેશન વોર્ડ સાથે ૧૦૦ બેડની ક્ષમતા વધારી દિધી હોવાની સિવીલ હોસ્પિટલનાં ડીન ડો.એસ.પી.રાઠોડે જણાવ્યું હતું.
સોરઠ પંથકની અદ્યતન સુવિધાથી સજ્જ અને કરોડો રૂપિયાનાં ખર્ચે આકાર પામેલી અને કાર્યરત એવી સિવીલ હોસ્પિટલ ખાતે જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, અમરેલી સહિતનાં બોર્ડર ક્રોસ કરતાં નજીકનાં જીલ્લાઓનાં દર્દીઓ સારવાર માટે અને નિદાન માટે આવતાં હોય છે. તાવ, શરદી, ઉધરસ, ઝેરી વાયરસ, આંખનાં દર્દીઓ, ચામડીનાં તેમ જુદાં-જુદાં દર્દીઓની સેવા માટેનાં નિષ્ણાંત ડોકટરો અને વોર્ડો પણ છે. આ ઉપરાંત અકસ્માતોનાં કેસોમાં ઈમરજન્સી સારવાર પુરી પાડવા માટે આવતાં કેસોને પણ તાત્કાલિક અસરથી હોસ્પિટલનો સ્ટાફ સારવાર પુરી પાડે છે. હાલ કોરોના વાયરસનો ગંભીર પ્રકારનો રોગચાળાનો ખતરો સમગ્ર ભારતદેશમાં તોળાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી સૌરભ પારઘીનાં માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. કોરોનાનો સામનો કરવા આરોગ્ય વિભાગ દ્વારા પણ સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે સ્પેશ્યલ આઈસોલેશન વોર્ડ કાર્યરત છે અને અગાઉ જેની પ૦ બેડની ક્ષમતા હતી તેમાં વધારો કરીને હાલ ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ડો.એસ.પી.રાઠોડે જણાવ્યું હતું અને સિવીલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ, શંકાસ્પદ કેસો સહિતની માહિતીની આપલે કલેકટરશ્રી સાથે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સતત થઈ રહી છે અને હાલનાં સંજાગોમાં કોઈપણ જાતનું ચિંતાનું વાતારવણ છે નહીં કોઈપણ કેસ પોઝીટીવ નથી તે જૂનાગઢ શહેર અને જીલ્લા માટે સારી વાત છે.

error: Content is protected !!