વેરાવળમાં ૫૦થી વધુ વોલેન્ટીયરોની કોરોનાવીર ટીમ ઘરે ઘરે હોમ ડીલેવરી કરશે

0

કોરોના મહામારીને મહાત કરવા અને બચવા માટે સોશ્યલ ડિસ્ટીંગ એક માત્ર ઉપાય હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાહિતમાં દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન અમલી બનાવ્યું છે. પરંતુ શહેરી વિસ્તારોમાં લોકો યેનકેન પ્રકારે ખોટા બહાના બતાવી બિનજરૂરી રીતે બહાર નીકળી ફરી રહ્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યુ છે. આવી જ સ્થિતિ ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળમાં પણ હોવાનું પોલીસ તંત્રના ધ્યાને આવ્યું છે. જેથી હવે ગીર સોમનાથ જીલ્લા મથકમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે ગીર સોમનાથ જીલ્લા પોલીસ વિભાગે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ પ્રયોગને સફળ બનાવવા ખાસ ઓળખ સાથેથી ૫૦થી વધુ વોલીયન્ટરોની એક કોરોનાવીર નામની ટીમ બનાવવામાં આવી છે. આ અંગે ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ માહિતી આપતા જણાવેલ કે, જીલ્લા મથક વેરાવળમાં લોકડાઉન અંગે પોલીસ સ્ટાફ લોકોને વારંવાર અપીલ અને સમજાવટ કરતાં હોવા છતાં લોકો ખોટા કોઇને કોઇ બહાના હેઠળ બહાર નિકળી ફરી રહયા છે. જેથી હવે જનહીતાર્થે લોકડાઉનની કડક અમલવારી માટે વિભાગે નવતર પ્રયોગ અમલી બનાવવાનું નકકી કર્યુ છે. જેમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં શહેરીજનોને ઘરબેઠા પ્રોવિઝન સ્ટોરની તમામ ચીજ-વસ્તુઓ, દવાઓ, દુધ જેવી ડેરી પ્રોડકટની વસ્તુઓ ઘરબેઠા હોમ ડીલેવરી રૂપે મળી રહે તે માટે ૫૦થી વધુ યુવા વોલીયન્ટીરોની એક ટીમ ટીમ તૈયાર કરી તેને કોરોનાવીરનું નામ આપ્યું છે. પોલીસ તંત્ર તફરથી આ ટીમના વોલીયન્ટરોને ઓળખ માટે બ્લ્યુ કલરના કોરોના વીરના સીમ્બોસલવાળા ટીશર્ટ અને કેપનો ડ્રેસકોર્ડ સાથે ઓળખકાર્ડ અપાયા છે. આ ૫૦થી વધુ કોરોનાવીરોને શહેરના જુદા જુદા વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ ટીમના વોલીયન્ટરો શહેરીજનોના ઓર્ડર મુજબની આવશ્યક વસ્તુઓની હોમ ડિલેવરી કરશે. આ વ્યવસ્થા બેએક દિવસમાં સંપૂર્ણ અમલી બની ગયા બાદ જો કોઇ શહેરીજનો ખોટા બહાને બિનજરૂરી રીતે બહાર નીકળતા જણાશે તો તેઓની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ચેતવણીરૂપ તાકીદ કરી છે.
આ રીતે વોલેન્ટીયરો કામ કરશે
વધુમાં હોમ ડીલેવરીના નવતર પ્રયોગને સફળ બનાવવા ગીર સોમનાથ જીલ્લા પોલીસ તંત્રે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કાર્યરત મેડીકલ સ્ટોર -૫૧, પ્રોવિઝન સ્ટોર -૫૦, ડેરી -૭ની વેપારી પેઢીના કોન્ટેક નંબર સાથેની નામાવલી તેમજ જે તે પેઢીમાં જે વિસ્તારમાં તૈનાત કરાયેલા વોલીયન્ટનરોના નામ અને કોન્ટેનક નંબર સાથેની નામાવલી પ્રસિધ્ધ કરાયેલ છે. જેથી શહેરીજનોએ તેમની નજીકમાં આવેલ અને લાગુ પડતી પેઢીમાં જે વસ્તુનનો ઓર્ડર કરશે તે વિસ્તારના વોલીયન્ટલરો ફ્રી માં હોમ ડીલેવરી રૂપે પહોંચાડવાનું કાર્ય કરે તેવી વ્યવસ્થા અમલી બનાવી હોવાનું એલસીબી પીઆઇ કે.જે. ચૌહાણે જણાવેલ છે. આ પ્રયોગમાં જોડાયેલા વોલીયન્ટર રીતેશ ફોફંડીએ જણાવેલ કે, આ પ્રકારની સેવા પ્રવૃત્તિમાં જોડાયાનો ગર્વ છે. અમો શહેરીજનોને ઘરબેઠા જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા કટીબધ્ધ છીએ.

error: Content is protected !!