મહીલાને સસ્તા અનાજનું રાશનકીટ પહોંચાડતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં સામાન્ય પ્રજાનાં લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, સરકાર દ્વારા લોકોને સસ્તા અનાજની દુકાન ખાતે અનાજની કીટ આપવાનું ચાલુ હોય, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયા, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ ઝાંઝરડા રોડ ઉપર સસ્તા અનાજની દુકાનોમાં ચાલતું વેચાણ બાબતે ચેકીંગમાં ગયેલા હતા. દરમ્યાન ઝાંઝરડા રોડ ઉપર ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મૂળ માંગરોળ તાલુકાના ગોરાજ ગામના વતની એવા સવિતાબેન લખમણભાઈ ચુડાસમાએ ત્યાં આવી, સસ્તા અનાજના દુકાનદારને હાલ પોતાનો શાકભાજીનો ધંધો લોકડાઉનની પરિસ્થિતિના કારણે કરી શકતા ન હોય, હાલ અનાજના ફાંફા હોય, પોતાની પાસે પોતાના ગામનું રેશન કાર્ડ હોય, પોતાને પણ રાશનનું અનાજ મળે તો, લેવા આવેલા હોવાનું જણાવેલ હતું. પરંતુ દુકાનદારે તેઓને તેમના ગામની સસ્તા અનાજની દુકાનેથી જ અનાજ તથા અન્ય ચીજ વસ્તુઓ મળે, અહીંયા આપી ના શકાય એવો જવાબ આપેલ. દુકાનદારનો જવાબ સાંભળી મહિલા દુકાનદારને કરગરવા લાગેલ હતી. દુકાનદારની પણ મર્યાદા હોઈ, મહિલાને અહિયાથી અનાજ આપી ના શકાય, તેવું જણાવી, ઇન્કાર કરી દીધો
હતો.
આ વાર્તાલાપ સસ્તા અનાજની દુકાન ઉપર ચેકીંગમાં આવેલ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયા, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફે સાંભળતા, પરિસ્થિતિ પામી ગયા હતા અને મહિલાનું સરનામું તથા મોબાઈલ નંબર મેળવી, સાંજે મહિલાના ઘરે ટ્રાફિક શાખાના હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા અનાજ, તેલ, ચોખા સહિતની કીટ પહોંચાડી દેવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ મહિલાની મદદ કરતા, સિનિયર સિટીઝન મહિલા સવિતાબેન ભાવ વિભોર થઈ ગયેલ હતા. તેઓએ જૂનાગઢ પોલીસને પોતાના સંતાનોની ગરજ સારી હોવાનું જણાવી, કપરા સંજોગોમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.