અવિરત વિજ પૂરવઠો પૂરો પાડવા ૨૪ કલાક ફરજ બજાવતા ૬૦૦ થી વધુ જેટકોના કર્મયોગીઓ

0

ઉનાળામાં ૪૦ કે ૪૨ ડિગ્રી ધોમધખતા તાપમાં વિજળી ગુલ થવાથી એ.સી ૧૦ મીનીટ બંધ થાય તો એ.સીથી ટેવાયેલા લોકોની હાલત ખરાબ થાય છે. ૪ કલાક વિજળી ગુલ થઈ જાય અને તમારો મોબાઇલ ચાર્જના થયેલો હોય તો તમે કેવી મુશ્કેલી અનુભવો તેનો અહેસાસ થાય ત્યારે કોરોનાની મહામારીના સંજોગોમાં કાયદો વ્યવસ્થા, જિલ્લા વહિવટીતંત્ર, આરોગ્યતંત્ર માટે સુરક્ષાતંત્રના કોમ્પ્યુટરોને અવિરત વિજ પૂરવઠો મળવો જરૂરી છે. આ વ્યવસ્થા માટે જેટકોના ૬૦૦થી વધુ કર્મયોગીઓની અવિરત સેવાઓ ખુબ ઉપયોગી છે. કોરોનાના કોહરામમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે જૂનાગઢ જિલ્લાની ૧૫.૨૩ લાખની વસ્તી ૪૫૫૩.૬૭ ચો. કિ વિસ્તાર એક કોર્પોરેશન, સાત નગરપાલીકા અને ૪૯૦ જેટલા ગામડા ધરાવતા જૂનાગઢ જિલ્લાને વિજ પૂરવઠો પુરો પાડવા જેટકોની મહત્વની ભૂમીકા છે. જેટકો દ્વારા અવિરત વિજપુરવઠો પુરો પાડવા ટૂંકા અંતરે સબ સ્ટેશનનું આખુ માળખું ઉભું કરવામાં આવ્યુ છે, તેમ જણાવી જેટકોના અધિક્ષક ઇજનેર કેતન દફતરી એ કહ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાને આવરી લેતા ૨૨૦ કે.વી.ના ૪ સબ સ્ટેશન, ૧૩૨- કે.વી. ના ૨ અને ૬૬ કે.વી. ના ૭૨ એમ કુલ ૭૮ સબ સ્ટેશન કાર્યરત છે. જૂનાગઢ જિલ્લાના એકએક ઘર સુધી પાવર પોહચાડવા સબ સ્ટેશન ઉપર કાર્યરત ઇજનેરો, ઓપરેટર, હેલ્પરો તથા સહાયક સ્ટાફનો મહત્વનો રોલ છે. લોકડાઉન અને કોરોનાના રોગચાળા સામે આ કર્મયોગીઓ ૨૪ કલાક ફરજ બજાવી પાવર કટ ના થાય તેની કાળજી લઇ રહ્યાં છે. વધુમાં કહ્યું હતું કે હાલની સ્થિતીમાં આ કર્મયોગીઓને સેનીટરાઇઝ આપવામાં આવે છે. માસ્ક તેમજ હેન્ડ ગ્લવઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તેમને પોતાની ફરજ દરમ્યાન કોઇ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. લોકડાઉનમાં પણ પાવરસપ્લાઈ માટે સબસ્ટેશનમાં ફોલ્ટ થાય કે ટ્રીપીંગ ન થાય તે માટે ૩ શીફટમાં સતત ફરજ બજાવવી આવશ્યક છે. તેમ જણાવી સરદારગઢ ખાતે નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા વિજય છૈયા એ કહયું કે, દર ૬ મહિને તમામ સબસ્ટેશનમાં કલીનીંગ અને મેઈન્ટેનન્સ કરવું આવશ્યક છે. તમામ સબસ્ટેશનની સુરક્ષા માટે વોલ્ટેજ ફ્રીકવન્સી વધઘટ થાય ત્યારે ઓટો પ્રોટેકશન સીસ્ટમ પણ કાર્યરત છે.

error: Content is protected !!