ઉપલા દાતાર ખાતે દિપ પ્રજવલીત કરાયો

0

જૂનાગઢ ઉપલા દાતારની પહાડ ઉપર આવેલી કોમી એકતાના પ્રતિક સમી દાતારબાપુની જગ્યાએ મહંત ભીમ બાપુએ જગ્યાના સેવકો સાથે લાઈટો બંધ કરી દિપ પ્રજ્વલિત કરી કોરોના જેવી મહામારી સામે દાતાર બાપુને પ્રાર્થના કરી દુવા માંગવામાં આવી હતી. જૂનાગઢ ઉપલા દાતારે જરૂરિયાતમંદો માટે દાતાર સેવકો દ્વારા ફૂટ પેકેટો બનાવવામાં આવી રહેલ છે.

રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે દિપ પ્રજવલીત કરાયો

જૂનાગઢ ભવનાથ ખાતે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પૂ. ઈન્દ્રભારતી બાપુએ આશ્રમની તમામ લાઈટો બંધ કરી દિપ પ્રગટાવી અંધકારને દૂર કરવા અને ભારત માતાને કોરોનાનાં મહામારીના સંકટમાંથી ઉગારી લેવા પ્રભુને પ્રર્થના કરાઈ હતી.