દિપ સે દિપ જલાવોનો સમગ્ર દેશમાં ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો

કોરોના સામેની લડાઈનાં મહાયુધ્ધ સમા ગઈકાલનો દિવસ જૂનાગઢ સહીત સમગ્ર દેશવાસીઓ માટે અતિ મહત્વનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલને માન આપી પુરા ભારતવર્ષમાં દિપ જલાવોનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ સહીત પુરા ભારતમાં જ્યોત સે જ્યોત જલાવોની અપીલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અક્ષર મંદીરના વડા મહંત સ્વામી, જવાહરભાઈ ચાવડા, રાજેશભાઈ ચુડાસમા, મુસ્લિમ ભાઈ બહેનો, સતાધાર વિજયબાપુ, મોરારી બાપુ, દાતારનાં ભીમ બાપુ, ઈન્દ્રભારતી બાપુ વગેરેએ દીપમાલા કરેલ હતી. તેમજ અબાલ વૃધ્ધ સહીતના લોકો જોડાયા હતાં. ઝુંપડામાં પણ લોકોએ દિપકની રોશની જલાવી એકતાનાં દર્શન કરાવ્યા હતાં.

error: Content is protected !!