Sunday, January 24

લોકડાઉનને લંબાવવો છે કે રાહત સાથે મુકિત મેળવવી છે જૂનાગઢવાસીઓ નકકી તમે જ કરો !

આજથી શરૂ થયેલા ‘યે સાત દિન’ જૂનાગઢવાસીઓ માટે અતિ મહત્વનાં છે. કારણ કે ૧૪ એપ્રીલનાં રોજ લોકડાઉનની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે ૧૪મી એપ્રીલે લોકડાઉન વધારવો કે ઘટાડવો તે અંગેની ગંભીર વિચારણા કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારની દરખાસ્ત ઉપર ચર્ચા ચાલી રહી છે અને આ સાત દિવસમાં સંપૂર્ણ સાવચેતી, જાગૃતિ અને હાલ ચાલતા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી શકાય તો હવે પછીની સંભવિત લોકડાઉનની સ્થિતિમાં જૂનાગઢ શહેર અને જીલ્લાને રાહત મળી શકવાની શકયતા સૌથી વધુ જાવાઈ રહી છે. ત્યારે હવેનો સમય એટલે કે આજથી શરૂ થયેલ ‘સાત દિન’ જૂનાગઢ શહેર માટે અતિ મહત્વનાં છે. દેશમાં કોરોનાં ગંભીર રોગચાળો વિશ્વ વિલન બની ચુકયો છે. કોરોના વાયરસને ખાળવાનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશવાસીઓને કરાયેલી અપીલ સાથે ર૪ માર્ચની મધ્યરાત્રીથી લોકડાઉન જારી કરવામાં આવેલ છે. અને લોકોને ઘરમાં જ રહો અને સુરક્ષીત રહોની સુચનાનું પાલન થઈ રહયું છે. અને પાલન કરાવવામાં પણ આવી રહયું છે. લોકડાઉનનાં પડકારને ખાળવા અને ભારતની જનતાનાં રક્ષણ માટેની દિવાલ ઉભી કરવામાં એક હદ સુધી સફળતા મળી છે. દેશનાં વિવિધ રાજયોમાં કોરોનાનાં કેસોની સંખ્યાની દ્રષ્ટીએ જાઈએ તો ગુજરાત પાંચમાં ક્રમે છે. લોકડાઉનની આ સ્થિતિ ૧૪મી એપ્રીલે પૂર્ણ થવાની છે ત્યારે એક તરફ દેશનું અર્થતંત્ર ખોરવાઈ ચુકયુ છે. તો બીજી તરફ લોકડાઉન હજુ પણ લંબાવી શકાય છે. દેશને કોરોનાનાં રૂપી ભયમાંથી ઉગારવા માટે ધન, સમય અને ખોટનો વેપલો કરીને પણ ધીરજ ધરવી પડે અને ‘જાન હે તો જહાન હૈ’ એ મુજબ આવી પડેલી વૈશ્વીક દેશોની સ્થીતી થા ભાર દેશ તથા ગુજરાત રાજયની સ્થીતીની પરિÂસ્થતિમાં આપણે સૌએ હજુ પણ ધીરજ રાખવી પડશે અને વડાપ્રધાનની અપીલને માન આપવું જ રહયું. દેશની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા આ સાત દિવસો દરમ્યાન થઈ જશે અને હવે પછી આવનારા દિવસોમાં કેવા પગલા લેવા તે નકકી થઈ જશે. આજથી શરૂ થયેલા ‘યે સાત દિન’ દેશની દિશા અને દશા નકકી કરનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજયો પાસેથી પરિસ્થિતિ અંગેનો રીપોર્ટ મંગાવી રહયા છે. અને સમગ્ર દેશમાં લોકડાઉન દરમ્યાન શું સ્થિતિ છે તેના ઉપરથી ભાવિ નકકી થવાનું છે. અને એટલા માટે જ આ સાત દિવસ અતી મહત્વનાં છે. નિષ્ણાંતો દ્વારા પરિસ્થિતિની સમીક્ષા બાદ કયા કેટલો લોકડાઉન રાખવો અને કોને છુટછાટ આપવી તેવી રણનીતિ માટે પણ તંત્ર વિચારણા કરી રહયું છે. અને એટલા માટે જ આપણુ શહેર જૂનાગઢ અને જીલ્લા માટે આ સાત દિવસ અતિ મહત્વનાં છે. આજથી શરૂ થયેલ ‘યે સાત દિન’ જીવની જેમ જાળવવાનાં છે. જે રીતે પ્રશાસન તંત્ર લોકડાઉનનો અમલ શાંતિપૂર્વક અને પ્રેમથી લોકો કરે તે માટે સતત જાગૃત અને સચેત છે. અને આપણે પણ જાગૃતિ સાથે પ્રશાસન તંત્રને સહયોગ આપી જ રહયા છીએ અને આપતા રહીશું તેમ છતાં હાલની પરિÂસ્થતિમાં લોકડાઉનનો વધુ ચુસ્ત રીતે અમલ થાય તે પણ જરૂરી છે. આજથી શરૂ થયેલા યે સાત દિન જેમ દેશ માટે મહત્વનાં છે તેમ જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લાની સ્થીતી માટે પણ મહત્વનાં છે. ત્યારે જૂનાગઢવાસીઓ લોકડાઉન ચાલુ રાખવો, વધારવો, ઘટાડવો કે સહાયરૂપી છુટછાટ મેળવવી એ હવે તમે જ નકકી કરો. જા આપણે સહું સાથે મળી અને વધારે સાવચેતી સાથે લોકડાઉનનું પાલન કરી શકીશું તો એવું પણ બની શકે કે આ શહેરને લોકડાઉનની સ્થિતિમાં કેટલીક રાહત અને છુટછાટ પણ વધી શકે છે. જાઈએ સાત દિન બાદ પરિÂસ્થતિ કેવી રહે છે તે ઉપર બધો જ આધાર જનતાના અમલ ઉપર રહેલો છે. માટે જ જાગતે રહો… સાવચેત રહો…. અને ઘરોમાં રહો જેથી કોરોનાનાં સંક્રમણથી બચી શકો. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરનાં માયાળુ માનવી, શાંત પ્રકૃતિ અને કોઈપણ નિયમો આવતા હોય કે જાહેરનામા આવતા હોય તો મોટાભાગે તેનો અમલ પણ કરે છે અને કાયદાની મર્યાદામાં રહેવાવાળા લોકો છે. અપવાદરૂપ જાહેરનામા ભંગ થતા હોય છે તેમ છતાં જૂનાગઢની સહિષ્ણુપ્રજા પ્રશાસન તંત્રને સહયોગ આપે જ છે. ત્યારે આ લખવાનો હેતુ માત્રને માત્ર એ જ છે કે જા આપણે હજુ પણ કાળજી રાખીએ અને યથાવત સ્થિતિ જાળવી રાખશું તો સૌના સાથ સહકાર અને પ્રશાસન તંત્રનાં સહયોગ સાથે ૧૪ એપ્રીલ બાદ થનારી પરિÂસ્થતિમાં કેટલીક છુટછાટ અને રાહત પણ મેળવી શકીશું તેની

error: Content is protected !!