જૂનાગઢમાં જાહેરનામા ભંગનાં પ૧૯ કેસો અને ૬૧૦ વાહનો ડિટેઈન

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં લોકડાઉનની સ્થિતિમાં પોલીસ તંત્ર દ્વારા લોકો જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમજાવટ અને પ્રેમથી લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે અને તેમ છતાં જા કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેની સામે લાલ આંખ કરી અને કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. રેન્જનાં વડા મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર અને જીલ્લાનું પોલીસતંત્ર કડક કાર્યવાહી કરી રહેલ છે. આ દરમ્યાન જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીનાં ભાગરૂપે આજ સુધીનાં પ૧૯ કેસો કરી અને ૭૬૯ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ૬૧૦ જેટલા વાહનોને ડિટેઈન કરવામાં આવેલ છે.