સામાજીક જવાબદારીનાં ભાગરૂપે પોતાનાં વેતનના ૩૩ ટકા રાહત ફંડમાં આપવાની જૂનાગઢ ભાજપનાં કાર્પોરેટર સંજય કોરડીયાની જાહેરાત

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે કોરોના સામે લડવા માટે સોમવારે એક મોટો નિર્ણય લીધો હતો. સરકારે વડાપ્રધાન સહિત બધા કેબિનેટ મંત્રીઓ અને સાંસદોની સેલેરીમાંથી ૩૦ ટકાનો કાપ કરવાનો નિર્ણય લીધો છે અને આ કાપ એક વર્ષ સુધી રહેશે. કેબિનેટનાં આ નિર્ણયને હું હૃદૃયથી આવકારૂં છું. મારી સામાજીક જવાબદારીનાં ભાગરૂપે જૂનાગઢ કોર્પોરેટર તરીકે મળતાં વેતનના ૩૩ ટકા હું રાહત ફંડમાં આપીશ તેમ ભાજપનાં કોર્પોરેટર સંજય કોરડીયાએ એક યાદીમાં જણાવ્યું છે.