જૂનાગઢમાં ડ્રોન કેમેરાની મદદથી જાહેરનામાનો ભંગ કરનારા સામે ગુના દાખલ

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસનાં લીધે લોકડાઉન હોય અને લોકો સોસાયટી અને ગલ્લી-મહોલ્લામાં બહાર નીકળી વિના કારણે આટા ફેરા મારતા હોય અને લોકડાઉનનો ભંગ કરતા હોય જેથી ડ્રોન કેમેરાની મદદથી આવા લોકો ઉપર નજર રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અને લોકડાઉનની અસરકારક અમલવારી કરાવવા કડક સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ગઈકાલે તા.૬નાં રોજ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર જે.પી.ગોસાઈ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.ડી.વાઢેર તથા વી.કે.ઉંજીયા તથા વી.આર. ચાવડા, આર.જી. મહેતા તથા પોલીસ સ્ટાફ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સાંકડી ગલીઓવાળા વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખી વિના કારણે ગલીમાં આંટા ફેરા કરતા ઈસમોને પકડી પાડી જાહેરનામાના ભંગ બદલ આઈપીસી કલમ ૧૮૮, ર૬૯ મુજબ કુલ પાંચ ગુન્હાઓ દાખલ કરાવવામાં આવેલ છે અને પોલીસ દ્વારા હવે ડ્રોન કેમેરાનો વધુમાં વધુ ઉપયોગ કરી આવા ગલ્લી, મહોલ્લા કે જે ખુબ ગીંચ હોય જેનો લાભ લઈ લોકો ગલ્લી, મહોલ્લામાં ભેગા થઈ બેસતા હોય, ક્રિકેટ રમતા હોય કે આંટા ફેરા મારતા હોય તેમાં ડ્રોન કેમેરાથી બાજ નજર રાખી લોકડાઉનનો કડકમાં કડક અમલ થાય અને કોરોનાના સંક્રમણ ફેલાતું અટકે તેવા વધુમાં વધુ પ્રયત્નો જૂનાગઢ એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.