લોકડાઉનનાં અનેક રાઉન્ડ આવે જ છે

0

૧૪મી એપ્રિલે હાલનું લોકડાઉન પૂર્ણ થશે ત્યાર પછી દેશભરમાં બીજો રાઉન્ડના લોકડાઉનનું સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ૧૨ અને ૧૩મી એપ્રિલે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. તેમાં લોકડાઉન વધારવું પડે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. દિલ્હીમાં ઉચ્ચસ્તરે યોજાયેલી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ૧૪ એપ્રિલે પૂર્ણ થતું લોકડાઉન હજુ ૧૫મી એપ્રિલથી અનેક તબકકામાં લોકડાઉનના દિવસને લંબાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મનાય રહ્યું છે.
૩જી એપ્રિલે કેન્દ્રિય રક્ષામંત્રી આગેવાનીમાં ૧૬ સદસ્યોની બેઠક મળી હતી, જેમાં મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા થઈ હતી. તેમાં લોકડાઉન આગળ વધારવું કે નહીં તે પણ ચર્ચાઓ થઈ હતી. કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાય રહ્યો છે તે સંક્રમણ સાંકળ તોડવા માટે બીજો લોકડાઉન જરૂરી છે. દેશભરમાં ૬મી એપ્રિલે સૌથી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે એક દિવસમાં ૫૦૫ કેસ આવતા સરકાર હવે અતિ ગંભીર બની હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
૧૫મી એપ્રિલે શું ખુલ્લુ રહેશે ?
આવશ્યક સેવાઓની ડિલિવરી ચાલુ રહેશે, પરંતુ એક જગ્યાએ લોકોને ભેગુ થવા ઉપર પ્રતિબંધ રહેશે, મોલ્સ ખુલ્લા રહેશે પરંતુ ફકત આવશ્યક વસ્તુઓ વેચવા માટે. હવાઈ મુસાફરી સેવાઓ ફરી શરૂ કરી શકાય છે કે કેમ તેની વિચારણા થઈ રહી છે. પરંતુ વિદેશી જવા આવવા વિદેશથી આવવાની પરવાનગી નહીં અપાય.
૧૫મી એપ્રિલથી શું બંધ રહેશે?
સિનેમા હોલ, નાટ્યગૃહ, ફુડકોર્ટ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
લડાઈ લાંબી છે
ઘણા દેશોથી આવતા લોકો ઉપર પ્રતિબંધ લગાવવો, મેડિકલ સુવિધાને મજબુત કરવી હોય, ભારત સરકારે ઘણા નિર્ણયો કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે ભારતનાં પગલાંની પ્રશંસા ડબલ્યુએચઓએ પણ કરી છે. આ સિવાય વિશ્વનાં ઘણા મંચો ઉપર કોરોનાના મુદ્દે ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ઘણાં દેશોના પ્રમુખો સાથે ભારતની વાત થઈ છે. આપણો દેશ વિકાસશીલ દેશ છે જે ગરીબી વિરૂધ્ધ લડાઈ લડી રહ્યો છે. પરંતુ આ સંકટ વચ્ચે આપણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર મદદ કરવા પ્રયાસ કરી રહ્યાં છીએ.

error: Content is protected !!