જીટીયુના સોશ્યલ મીડિયા વિભાગ દ્વારા ચલાવાતાં ઓનલાઈન ફિટનેસ ક્લાસને દેશ-વિદેશમાં અભૂતપૂર્વ પ્રતિસાદ

0

તાજેતરમાં જીટીયુના સ્પોટ્‌સ અને મીડિયા વિભાગ દ્વારા ઓનલાઈન ફિટનેસ ક્લાસ પ્રથમ ફેઝમાં શરૂ કરવામાં આવ્યા છે. જેનાથી લોકો ઘરે રહીને ફિટનેસ બાબતે માર્ગદર્શન અને જરૂરી માહિતી મેળવી શકે છે. જીટીયુ દ્વારા ચલાવવામાં આવતા આ ઓનલાઈન ફિટનેસ ક્લાસને દેશ અને વિદેશમાંથી પણ અદ્દભુત પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં દેશના ૧૫થી પણ વધુ રાજ્યો તથા કેનેડા, અમેરિકા, જોર્જિયા, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર, જર્મની, અલ્જેરીયા, યુનાઈટેડ કિંગડમ અને શ્રીલંકા સહિતના દેશોના લોકો આ ફિટનેસ ક્લાસનો લાભ લઈ રહ્યા છે. જીટીયુ દ્વારા ચલાવવામાં આવતાં આ ઓનલાઇન ફિટનેસ વર્ગો જીટીયુના ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવે છે. તમામ પ્રકારનું માર્ગદર્શન ફિટનેસ અને યોગા ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ એન.આઈ.એસ એથ્લેટીક્સ કોચ દિલિપ પાંડે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોગમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરનાર નિલમ સુતરીયા અને વર્લ્ડ એથ્લેટિક્સ લેવલ-૧ કોચ સહર્ષ શાહ સહિતના તજજ્ઞો દ્વારા આપવામાં આવે છે, દેશમાંથી પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ , બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના ૧૫ થી વધુ રાજ્યોમાં આ ઓનલાઈન ફિટનેસ ક્લાસને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકડાઉનમાં પણ લોકો ઘરમાં રહીને સ્વસ્થતા અને તંદુરસ્તા જાળવી શકે તથા તેઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય , તે આ ફિટનેસ ક્લાસનો મુખ્ય હેતુ છે. જે આગામી ૧૮ એપ્રિલ સુધી ચાલાવવામાં આવશે.

error: Content is protected !!