વેપાર-ધંધા માટે બીજો જબરો ડોઝ તૈયાર

0

કોરોના વાયરસ મહામારી રોકવાના પ્રયાસમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન બાદ ઊભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે કામ શરૂ કરી દીધું છે. આ સાથે જ કેન્દ્ર સરકાર લોકડાઉનની અસરને ઓછી કરવા અને અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે વધુ એક બૂસ્ટર ડોઝ આપવાનું વિચારી રહી છે.
કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું છે કે સરકારનું ધ્યાન ૧૫ એપ્રિલે પૂરા થનારા લોકડાઉન બાદ ઊભા થનારા પ્રશ્નો ઉપર છે. તેમણે કહ્યું છે કે વેપાર-ધંધા માટે ખાસ તથા દવાઓ, ફાર્મા ઈન્ડસ્ટ્રીટ, તબીબી ઉપકરણો, ફુડ ઈન્ડસ્ટ્રીઝ જેવા એકમો સત્વરે શરૂ થાય તેમજ ઓછાં સ્ટાફે ઈન્ડસ્ટ્રીઝો ચાલુ થઈ શકે તેવા એકમો શરૂ કરવા વિચારણા કરી રહેલ છે પેકેજને લઈને ચર્ચા થઈ છે પરંતુ હજી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું છે કે સરકારનો વિચાર અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવાનો છે અને તે માટે કેટલાક ઉપાય કરવાની જરૂર છે. જો વેપાર ધંધા માટે પેકેજની જાહેરાત કરવામાં આવશે તો કોરોના વાયરસ મહામારીથી ઊભા થનારા પડકારોનો સામનો કરવા માટે આ ત્રીજુ પગલું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૪ માર્ચે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી તેના થોડા કલાક પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓ તથા વેપારીઓ માટે રાહતની જાહેરાત કરી હતી.તેના બે દિવસ બાદ સીતારમણે કોરોના વાયરસના પ્રકોપથી સૌથી વધુ અસરગ્રસ્ત થનારા લોકો માટે ૧.૭ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. અધિકારીઓએ કહ્યું છે કે સરકાર પાસે ઘણા વિકલ્પો રહેલા છે.

error: Content is protected !!