જૂનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અધિક્ષક બી.એમ. બગડાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, હાલની વર્તમાન સ્થિતિમાં જે કોરોના વાયરસે વિશ્વ આખાને અજગર ભરડો લીધેલ છે. તેમને પહોંચી વળવા તથા નિયંત્રણ કરવા માટે વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી વિવિધ પ્રકારની કામગીરીઓ કરવામાં આવી રહી છે. જેમાં સૌથી મહત્વનો રોલ હોસ્પિટલનો રહેતો હોય છે. અને બીજો પોલીસ તંત્રનો રહેતો હોય છે. જે સતત દિવસ-રાત જોયા વગર પોતાની ફરજ બજાવતા હોય છે. આ તંત્ર રોડ ઉપર વધારે પડતું ફિલ્ડ વર્ક અને લોકોની ચહલ પહલ ઉપર નિયંત્રણ કરવાનું કાર્યભાર સંભાળી રહેતા હોય છે, એટલે તેઓ વધારે પડતાં લોકોના સંપર્કમાં આવતા હોવાથી તેમની તંદુરસ્તી જળવાઈ રહે અને એમને કોઈપણ પ્રકારની શારિરીક તકલીફ ન પડે તે હેતુસર જૂનાગઢ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટર ચિંતન યાદવ (એમડી ફિઝિશિયન) તથા તેમની ટીમ દ્વારા જે પોલીસ ભાઈઓ પોતાની ફરજ બજાવતા હોય તેવી જગ્યા અને જૂનાગઢની એ, બી, અને સી ડિવિઝન તથા વિવિધ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની રૂબરૂ મુલાકાત કરી કોરોના વાયરસ સહિતનુ સ્ક્રિનિંગ કરી સારવાર કરવામાં આવી રહી છે. ડો. ચિંતન યાદવ એસપી ઓફિસ ખાતે રૂબરૂ જઈ ત્યાં ડી.વાય.એસ.પી. ડામોર સહિતના પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરી
હતી.