કોરોના મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન છે ત્યારે આ લોકડાઉનના કારણે થેલેસિમિયાના પીડિત દર્દીઓ અને સગર્ભા મહિલાઓ માટે લોહી મેળવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં લોકડાઉન ભલે રહયું પણ માનવીય સંવેદનાનું લોકડાઉન થવા ન દેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજભાઈ રાઠોડે લાગણીસભર અપીલ કરી છે. સાથોસાથ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ વિજયભાઈ રૂપાણી પણ આ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરી બ્લડ બેંક મારફતે વહીવટી તંત્રના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે તો અનેક લોકોની જિંદગી બચાવી શકાશે તેમ જણાવી આ દિશામાં આદેશ કરવા પણ અનુરોધ કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજભાઈ રાઠોડે જણાવ્યું છે કે, લોકડાઉનની સ્થિતિમાં હોસ્પિટલોમાં લોહીની અછત ઊભી થઈ રહી છે. આ કારણે લોહી જ જેનું જીવન છે તેવા થેલેસિમિયાના પીડિત દર્દીઓને લોહીના એક એક બૂંદ માટે પરેશાની ભોગવવી પડે છે. આવી જ સ્થિતિ સગર્ભા મહિલાઓની પણ થાય છે. જો સમયસર લોહી ન મળે તો માતા અને ગર્ભસ્થ શિશુના જીવ જોખમમાં મૂકાય જાય છે. લોકડાઉનના કારણે રક્તદાતાઓ રક્તદાન કરવા જતા નથી. અને બ્લડ બેંકો પણ રક્તદાન કેમ્પ યોજી શકે તેમ નથી. થેલેસેમિયા અને ગર્ભવતી મહિલાઓને બ્લડની પડી અછત પડી રહી છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી બ્લડ બેંકે લોકોને બ્લડ ડોનેટ કરવા અપીલ કરી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારે પણ આ દિશામાં પહેલ કરી લોકડાઉનના નિયમોની જાળવણી થાય તે રીતે વહિવટી તંત્રના સહકારથી બ્લડ બેંક મારફતે કેમ્પનું આયોજન કરવું જોઈએ. લોકડાઉનને કારણે બ્લડ ડોનેશન ઘટ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારે આ દિશામાં આગળ વધી મેડિકલ તંત્રની ચિંતા હળવી કરવી જોઈએ. તેમ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજભાઈ રાઠોડે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લાગણીસભર અપીલ કરી છે.