સાળંગપુર હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવાશે

0

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે તા.૮ એપ્રિલના સંતો દ્વારા હનુમાનજી જયંતિની ઉજવણી કરાશે અને ફકત સંતો દ્વારા જ પૂજન-અર્ચન કરવામાં આવશે. કોઈપણ હરીભકતોને મંદિરમાં પ્રવેશ અપાશે નહી. ઓન લાઈન યુ-ટયુબના માધ્યમથી તેમજ સદવિદ્યા ચેનલ ઉપરથી ઘર બેઠા દર્શનનો લાભ લઈ શકશે. આ માટે દર્શનનો સમય મંગળા આરતી સવારે પઃ૩૦, શણગાર આરતી સવારે ૭, અભિષેક દર્શન સવારે ૯ અને અન્નકુટના દર્શન સવારે ૧૧થી થઈ શકશે.