મધુરમમાં જાહેરનામાનો ભંગ કરનાર ૮ વેપારી સામે કાર્યવાહી

0

કોરોનાનાં કારણે જૂનાગઢમાં લોકડાઉન હોય જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.સોરભ પારઘીએ જાહેરનામું બહાર પાડયું છે. દરમ્યાન આ જાહેરનામાનું પાલન કરવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંઘ પવાર, જીલ્લા પોલીસ વડા સોરભસિંઘની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં સી ડિવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફે મધુરમમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમ્યાન જાણવા મળ્યું કે, પ્રોવિઝન સ્ટોર, શાકભાજી, મસાલાનું વેંચાણ કરનારા વેપારીઓને અનેક વખત સૂચના આપવા છતા સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી. જયારે માલની આપલે વખતે પણ હેન્ડગ્લોઝ, માસ્ક વગેરે સલામતીનાં કોઈ સાધનો પહેર્યા વિના બિજાની જીંદગી જાખમમાં મૂકી વેપાર કરે છે સાથે જાહેનામાનો પણ ભંગ કરે છે. ત્યારે આવા ૮ વેપારી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

error: Content is protected !!