જૂનાગઢ : રેલ્વે કર્મચારીની સરાહનીય કામગીરી

0

હાલ સમગ્ર દેશ સહીત જૂનાગઢમાં લોકડાઉન ચાલી રહયું છે ત્યારે ગરીબ વર્ગનાં લોકોને રોજીરોટી તેમજ ઘર ચલાવવું ભારે મુશ્કેલ બન્યું છે ત્યારે જૂનાગઢ શહેરનાં સરદારપરાનાં આશાપુરા ગરબી મંડળનાં પ્રમુખ અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવારનાં પ્રકાશ ભાદરકા પોતાની સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક ન્યુઝ પેપરની ફરજ પુરી કરીને ગઈકાલે ઘરે જતાં હતાં ત્યારે રસ્તામાં એક રેકડી ઘારક રસ્તામાં સુમસામ બેઠેલો હતો. જેથી તેને પ્રકાશ ભાદરકાએ તેની હાલચાલ પુછતાં તેમણે જણાવેલ કે હાલમાં કોઈ કામધંધો ન હોય તો હું શું કરૂં ? પરીવારને શું ખવડાવું ? જેથી આ વાત આશાપુરા ગરબી મંડળનાં સભ્યોને કરતાં હાલ વેરાવળ ખાતે રેલ્વેમાં ફરજ બજાવતાં રાજેશભાઈ ભાનુલાલ માધવાણીએ તેલ, ઘઉં, ચોખા, મગની દાળ, ખાંડ, ચા, બકાલુ જેવી જીવનજરૂરી વસ્તુઓ લઈ પ્રકાશ ભાદરકા અને રાજુભાઈ માઘવાણીએ રેકડી ઘારક દિનેશકુમાર ચત્રભુજ બ્રાહ્મણ, ગોપાલનગર જાષીપરા ખાતે તેમનાં ઘરે રૂબરૂ જઈ રાશન કીટ સોંપેલ હતી.