ભેંસાણની એસબીઆઈ બેંક દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ માટે ખાસ વ્યવસ્થા

ભેંસાણની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા શાખા દ્વારા કોરોના વાયરસને ધ્યાને લઈને સરકારના આદેશોનુ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
બ્રાન્ચ મેનેજર અમિતકુમાર અને સ્ટાફ ટીમ દ્વારા વિશિષ્ટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઈ તે માટે બેંકની બહાર સર્કલ કરવામાં આવ્યા છે અને આ સર્કલમાં ખુરશી મુકવામાં આવી છે જેમાં ગ્રાહકોને બેસવાનું હોય છે તેમજ ગ્રાહકોને તડકો ન લાગે માટે મંડપ પણ નાખવામાં આવેલ છે. બેંકમાં પ્રવેશ કરનાર ગ્રાહકોને સેનેટરાઈઝ કરવામાં આવે છે. પીવાના પાણી માટે ડીસ્પોઝેબલ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ કોરોના વાયરસને લીધે ગ્રાહકો તેમજ નાગરીકોના સ્વાસ્થ્યની બ્રાન્ચ મેનેજર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે જેને સૌ લોકોએ બિરદાવેલ
છે.

error: Content is protected !!