લોકડાઉનના ૨૧ દિવસ પછી ધીરે-ધીરે ખૂલશે ઓફિસોના તાળા

મોદી સરકાર દ્વારા ૨૧ દિવસ માટે દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અંતિમ તારીખ ૧૪ એપ્રિલ છે. તમામ મંત્રીઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ આગામી ૮ દિવસમાં એ પ્રોજેકટસની ઓળખ કરાવવા માટે કહેવામાં આવ્યું છે જેની શરૂઆત કરવામાં આવી શકે. સરકારે આ માટે તમામ પ્રકારનું પેપરવર્ક પૂંરૂ કર્યુ હોવાનું કહેવામાં આવી રÌšં છે. આ સિવાય રોસ્ટર પણ તૈયાર કરવા માટે કહેવાયું છે, જે રીતે લોકો શિફટમાં કામ કરાશે. સાથે જ એ સુનિશ્ચિત કરવા માટે કહેવાયું છે કે ઓડિયો–વીડિયો ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ૨૧ દિવસના લોકડાઉનથી બહાર આવવું કઠીન છે, જેટલું તેને લાગુ કરવું કઠીન હતું. આગળ તેમણે કÌšં કે આમ છતાં સરકારના કામકાજને હવે શરૂ કરવું જ પડશે. જણાવી દઈએ કે એક કમિટીએ એ તમામ વિકલ્પો ઉપર વાત કરી છે, જેમાં ૨૧ દિવસનુંલોકડાઉન પરૂં થયા બાદ કામકાજ શરૂ કરવામાં આવી શકે. સરકારે ખાસ કરીને રોડ અને એજયુકેશન સેકટરમાં થનારા નિર્માણનું કામ શરૂ કરવાની તૈયારીમાં છે. અત્યારે એગ્રિકલ્ચરને પહેલાથી જ લોકડાઉન દરમિયાન મુકિત આપવામાં આવી છે. લોકડાઉન લાગુ થયાના થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે લેન્ડ યુઝમાં બદલાવનું નોટિફિકેશન આપ્યું હતું. હાલના સમયમાં મોદી સરકારના નિર્માણ કાર્ય કરનારી સૌથી મહત્વની ટેન્ડર ઉપર કામ કરી રહી છે, જે માર્ચમાં જારી કરવાના હતા. માનવામાં આવી રÌšં છે કે લોકડાઉન પૂર્ણ થતાં જ તેમનું કામ શરૂ થઈ જશે. એક અધિકારીએ કÌšં કે, આઈડિયા માત્ર એવો છે કે કોઈ રીતે ઈકોનોમીને સ્ટાર્ટ કરી શકાય. એવામાં એ પ્રોજેકટસ દ્વારા એ વિસ્તારોમાં કામ કરી શકાય એમ છે, જ્યાં હજુ કોરોના વાયરસનું સંક્રમણ નથી. જેનાથીરોજગાર શરૂ થશે અને ગરીબના હાથમાં પૈસા આવશે. એક બીજુ પગલું એ છે કે આદિવાસી બાબતોના મંત્રાલયો એ જિલ્લામાં સ્કૂલ બનાવાના છે, જ્યાં આદિવાસી વસ્તી વધુ છે. આશા વ્યકત કરાઈ રહી છે કે લોકડાઉન પૂર્ણ થયા બાદ તરત આ વિસ્તારમાં કામ કરવામાં આવશે. આ રીતે સરકાર તરફથી તમામ મંત્રાલયોએ કÌšં કે તેઓ લોકડાઉન બાદ કામ શરૂ કરવાના વિકલ્પો પર નજર કરશે.

error: Content is protected !!