જૂનાગઢમાં સોશ્યલ ડીસ્ટન્સ નહી રાખનાર અને નિયમનો ભંગ કરનારાઓ સામે પોલીસની કડક કાર્યવાહી

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં વેપારીઓની દુકાન ખાતે ખરીદી કરવા આવતા ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ રખાવવા વેપારીઓને જણાવવામાં આવેલ છે. ઘણા વેપારીઓ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરાતું હોવાની તેમજ અમુક વેપારીઓએ દુકાન આગળ ગ્રાહકોના સોશ્યલ ડિસ્ટન્સ રખાવવા સર્કલ પણ નહીં કારેલાનું જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘનાં ધ્યાન ઉપર આવતા, તેઓની સૂચના આધારે તા.૧૦.૦૪.૨૦૨૦નાં રોજ જૂનાગઢ ડિવિઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાનાં માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પી.આઇ. જે.પી.ગોસાઈ, બી ડિવિઝન પી.આઇ. આર.બી.સોલંકી, સી ડિવિઝન પીએસઆઇ ડી.જી. બડવા તથા સ્ટાફની જુદી જુદી ટીમ દ્વારા શહેર વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી, લોક ડાઉન દરમ્યાન ગ્રાહકોને સોશ્યલ ડિસ્ટન્સ નહીં રાખતા આશરે ૧૧ વેપારીઓની ધરપકડ કરી, જાહેરનામા ભંગ તેમજ કોરાના વાયરસ ફેલાવાની શક્યતા હોવાનું સંક્રમણ થવાની શક્યતા હોવાનું જાણવા છતાં, એકઠા થવા બાબતે સરકાર તરફે ફરિયાદી બની, ગુન્હાઓ દાખલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા કાયદાના પાલન માટે વેપારીઓ વિરૂધ્ધ કડક પગલાં લેવાનું શરૂ કરવામાં આવતા, વેપારીઓ દ્વારા ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ રખાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. દુકાનદારો દ્વારા પોતાની દુકાનો આગળ ગ્રાહકોને ઉભા રહેવા નિશાનીઓ કરાવવા તથા ગ્રાહકોને વારંવાર સુચનાઓ આપવાનું શરૂ કરવામાં આવેલ છે. આજ પ્રકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર, સહિતના તાલુકા મથકોના પોલીસ અધિકારીઓ દ્વારા પણ આજ પ્રકારે કાર્યવાહી કરી, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા કોરોના વાયરસ બાબતે લોકડાઉનનો અમલ કરાવી, લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવેલ છે.