ગાંધીગ્રામ ગરબી મંડળનાં કાર્યકતાઓની સેવા અવિરત ૧૭ હજારથી વધારે ફુડ પેકેટનું વિતરણ થયું

જૂનાગઢ શહેરમાં આવેલાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગાંધીગ્રામ ગરબી મંડળનાં કાર્યકતાઓ દ્વારા જરૂરીયાતમંદોને માટે ફુડપેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ગુંદી, ગાંઠીયા સહિતની ચીજવસ્તુનું ૧૭ હજારથી વધારે ફુડ પેકેટો તૈયાર કરી અને તેનું વિતરણ કરવામાં આવેલ છે. ગાંધીગ્રામ ગરબી મંડળનાં સેવાભાવી વિરાભાઈ મોરી અને તમામ કાર્યકતાઓની સેવાકીય પ્રવૃત્તિની સરાહના થઈ રહી છે. ગાંધીગ્રામ વિસ્તારનાં લોકો પણ સંપૂર્ણ સહયોગ આપી રહ્યાં હોવાનું વિરાભાઈ મોરીએ જણાવ્યું હતું.

error: Content is protected !!