ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના ૧૧ શંકાસ્પદ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રમાં હાશકારો

0

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં કોરોનાના પ્રથમ પોઝીટીવ આવેલા ૬૫ વર્ષીય દર્દીના ફોલોપ રીપોર્ટ માટે નમુના લેવામાં આવેલ જે ગઈકાલે નેગેટીવ આવેલ હતો. જયારે તેમના પત્નીનો પણ ફોલોપ રીપોર્ટ કરાયેલ જે પોઝીટીવ આવ્યો છે. જયારે આ કોરોના પોઝીટીવ આવેલા દંપત્તિના ૧૧ સંબંધીઓ હાલ કોરોન્ટાઇન ફેસેલીટીમાં છે. જે તમામના પણ ગઇકાલે નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતા. જે તમામ ૧૧ રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રમાં રાહતની લાગણી પ્રસરી હતી. હાલ એક શંકાસ્પદ દર્દીના મોકલેયલ નમુનાનો રીપોર્ટ બાકી હોવાનું જાણવા મળેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં હાલ ૨૬૧ વિદેશી પેસેન્જરોએ હોમ કોરોન્ટાઈન પૂર્ણ કરેલ છે અને ફેસેલીટી કોરોન્ટાઈનમાં ૨૧ લોકોને રખાયા છે.