જૂનાગઢનાં સાંસદ રાજેશચુડાસમાએ જન્મદિવસની ઉજવણી જરૂરિયાતમંદોને સહાય કરીને કરી

0

જૂનાગઢ ગીર-સોમનાથ લોકસભા બેઠકનાં યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં જન્મદિવસ નિમિત્તે તથા તેમના નાનાભાઈ હરીશ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના સભ્ય કેતન ચુડાસમા તથા પૂર્વ નગરપાલિકાનાં પ્રમુખ હીરાભાઈ ચુડાસમાનાં માર્ગદર્શન નીચે તેઓનાં માદરેવતન ચોરવાડ ગામમાં શ્રી લક્ષમીનારાયણ ફાઉન્ડેશન તથા ફ્રેન્ડસ ગ્રુપ ચોરવાડ દ્વારા રોજબરોજનો રોટલો કમાતા ગરીબ પરિવારો માટે રાહતની રસોઈ અંતર્ગત તા ૩૦-૩-૨૦થી આજરોજ સુધીમાં કુલ અમારી ટીમ દ્વારા કુલ ૬૦૦૦ લોકોને ભોજન પહોચાડ્‌યું હતું તથા ૫૫૦ કરીયાણાની કીટનું વિતરણ કરેલ છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન સુવે તે આપણે સૌ કોઈ ધ્યાન રાખવું જોઈએ. કોરોના વાયરસ સામે લડવા આપણે સૌ એક બનીએ, ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ. તે સંદેશનું પણ પાલન કરવા અપીલ કરવામાં આવી
છે.