માખીયાળા પાસે એક રીક્ષા પલ્ટી મારી જતા ૧૬ વર્ષનાં તરૂણનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે રીક્ષા ચાલક સહીત ત્રણને સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવતા ૭૦ વર્ષનાં એક વૃધ્ધનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજયું હતું. પ્રાપ્ત વિગત અનુસાર વંથલીનાં બરવાળા ગામનાં ચંદુભાઈ રામજીભાઈ સોલંકી પોતાના પુત્ર ધવલ (ઉ.વ. ૧૬) સાથે ઘઉં લઈને બરવાળાથી માખીયાળા રીક્ષામાં જતા હતાં ત્યારે માખીયાળા પાસે રીક્ષા પલ્ટી મારી જતાં ધવલનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે તેનાં પિતા ચંદુભાઈ અને રીક્ષા ચાલક ધીરૂ પાલા (રવની) અને તેનો મિત્ર હીરાભાઈ પાલાભાઈ ચાવડા (ઉ.વ. ૭૦) એમ ત્રણને ઈજાઓ થતાં સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં હીરાભાઈ ચાવડાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.